Surat: સુરતમાં દલાલે વેપારીનું 2 કરોડનું ફૂલેકુ ફેરવ્યું, જાણ બહાર માલ સાથે ચાર દુકાનો વેચી મારી ને પછી.......
સુરતમાં ફરી એકવાર મોટી છેતરપિંડીની ઘટના ઘટી છે, આ વખતે આ ઘટના શહેરના આઠવા વિસ્તારમાં ઘટી છે, અહીં એક વેપારી સાથે એક દલાલે છેતરપિંડી કરી છે

Surat Cheating News: સુરતમાં ફરી એકવાર એક વેપારી સાથે મોટી છેતરપિંડી થઇ હોવાની ઘટના નોંધાઇ છે. શહેરના આઠવા વિસ્તારમાં એક દલાલે એક વેપારી સાથે બે કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. દલાલે વેપારીને લાલચ આપીને ચાર દુકાનો અને માલ સાથેનો શૉરૂમ વેચી માર્યો હતો, જોકે, વેપારીને સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આઠવા પોલીસે હાલમાં આ કેસ મામલે તપાસ શરૂ કરી છે.
ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં ફરી એકવાર મોટી છેતરપિંડીની ઘટના ઘટી છે, આ વખતે આ ઘટના શહેરના આઠવા વિસ્તારમાં ઘટી છે, અહીં એક વેપારી સાથે એક દલાલે છેતરપિંડી કરી છે. આ દલાલે વેપારીનો દુકાનોનો ડ્રેસનો માલ સહિત શૉરૂમ વેચી આપવાનું કહ્યુ હતુ, અને બાદમાં આ દલાલે અઢી કરોડનું ફૂલેકું ફેરવી દીધુ. આ આરોપીનું નામ ઉમર પીલા છે.
શહેરના આઠવા વિસ્તારમાં આવેલા સિલ્કી મેચિંગ શૉ રૂમના માલિકને દલાલ ઉમર પીલા મળ્યો હતો, અને આરોપી ઉમર પીલાએ વેપારીને તેના શૉ રૂમ, ચાર દુકાનો અને ડ્રેસ મટેરિયલ્સને વેચી આપવાનું કહ્યુ હતુ, આ સિલ્કી મેચિંગ શૉરૂમ આઠવાના ચોકબજાર જુના સાઇબાબા મંદિર સામે આવેલો છે, આમાં ડ્રેસ મટેરિયલ્સ અને ચણિયાચોળી સહિતનો માલ હતો, તેને આરોપીએ ચાર દુકાનો સાથે વેચી માર્યો હતો. કુલ મળીને આ ઘટનામાં આરોપીએ વેપારી સાથે 2.30 કરોડની છેતરપિંડી કરી હતી. હાલમાં આઠવા પોલીસે આ ઘટનાને લઇને તપાસ શરૂ કરી દીધી છે.
સુરતમાં જમીન માફિયાઓનો ત્રાસ વધ્યો, પિતા અને બે પુત્રોએ પોતાના જ ભાગીદાર સાથે કરી 4 કરોડની ઠગાઇ
સુરતમાં જમીન કૌભાંડ મામલે ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે. સુરતમાં એક પિતા અને બે પુત્રએ મળીને પોતાના જ ભાગીદાર સાથે 4 કરોડની ઠગાઇ કરી છે, આ ત્રિપુટીએ મળીને જમીનના દસ્તાવેજોમાં ચેડા કર્યા અને ખોટી રીતે જમીન પચાવી પાડી હોવાનું સામે આવ્યુ છે. હાલમાં પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. સુરતમાં હાલમાં ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે લખાણી પિતા-પુત્ર ત્રિપુટી વિરુદ્ધ છેતરપિંડી અને ઠગાઇની ફરિયાદ નોંધાઇ છે, ખરેખરમાં ઘટનાની વિગતો એવી છે કે, સુરતના કતારગામમાં આ પિતા અને બે પુત્રોએ પોતાના જ ભાગીદાર સાથે 4 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. આ લખાણી પિતા-પુત્રએ જમીનમાં ભાગીદાર સાથે કરોડોની છેતરપિંડી કરી છે. આ લોકોએ જમીન પચાવવા ઠરાવ સાથે ચેડાં કર્યા અને એન્ટ્રીના નામે પણ ખોટા ખેલ કર્યા હતા. ખરેખરમાં, પ્લીન્થ લેવલનું કામ થયા છતાં ખુલ્લી જમીન દર્શાવાઇ દેવામાં આવી હતી. આ કેસમાં વિરેન્દ્ર લાભુભાઈ લખાણી તથા તેમનાં બે પુત્રો મેહુલ અને વિરેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ઇપીકો કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) તથા ૩૪ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ સંદર્ભેની તપાસ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાનાં દ્વારા હાથ ધરવામાં આવી છે.
છૂટાછેડા લેવા માંગતી મહિલા ક્લાન્ટ પર વકીલની દાનત બગડી, ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યુ, પછી રૂમ બંધ કરી ભાગી ગ્યો.....
સુરતમાંથી વધુ એક સનસનીખેજ દુષ્કર્મની ઘટના સામે આવી છે, એક પરિણીતા સાથે વકીલે દુષ્કર્મ આચર્યુ છે, હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટના સુરત શહેરના પુણા વિસ્તારમાં ઘટી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે, તે અનુસાર ઘટનાની વિગતો એવી છે કે, સુરતની એક પરિણીતા પોતાના પતિ સાથે છૂટાછેડા લેવા માંગતી હતી, છૂટાછેડા માટે પુણાની આ પરિણીતાએ શહેરના વકીલ આસ્તિક છાયાનો સંપર્ક કર્યો હતો, વકીલ આસ્તિક છાયાએ આ પરિણીતાને ફસાવી અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.
પરિણીતા પતિ સાથે છૂટાછેડા લેવા માટે શહેરના વકીલ આસ્તિક છાયાનીનો સંપર્ક કર્યો હતો, આ ઘટનામાં વકીલે પુણા ચોકી પર આ પીડિતાને બોલાવી હતી, બાદમાં પોતાના પરિવારને મળવા લઈ જવાનું કહીને તેને કુદસદ ગામ ગ્રીનસીટી ફાર્મમાં લઈ ગયો હતો, જ્યાં પરિણીતા પર વકીલે દુષ્કર્મ આચર્યું હતું, એટલું જ નહીં બાદમાં વકીલ રૂમ બંધ કરી ત્યાંથી જતો રહ્યો હતો, પછી સાંજે ફરી ત્યાં આવ્યો અને પીડિતાને લઈને ગ્લુડી ખાતે છોડીને ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર દુષ્કર્મની ઘટનાને લઇને પરિણીતા પીડીતાએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, હાલમાં પુણા પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
