દક્ષિણ ગુજરાતના આ ગામમાં કોરોનાના કહેર વચ્ચે રસીના ટોકન લેવા થઈ પડાપડી
ભીમપોરમાં વેક્સિનેશન માટે ટોકન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. લોકોને જાણ થતાની સાથે જ મોટા પ્રમાણમાં ટોળા સ્વરૂપે ધસી આવીને ટોકન મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
![દક્ષિણ ગુજરાતના આ ગામમાં કોરોનાના કહેર વચ્ચે રસીના ટોકન લેવા થઈ પડાપડી Surat Corona Cases: people rushed for corona vaccine token in Bhimpor village દક્ષિણ ગુજરાતના આ ગામમાં કોરોનાના કહેર વચ્ચે રસીના ટોકન લેવા થઈ પડાપડી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/04/3b67dacdfdfe5a42bd1104f08b9b276c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ ગુજરાતમાં કોરોનાને નાથવા 1 મેથી 18 વર્ષથી મોટા લોકોને રસી આપવાની શરૂઆત થઈ છે. આજે સુરતના ભીમપોર ગામમાં વેક્સીન લેવા માટે ટોકનની ફાળવણીમાં પડાપડી થઈ હતી. લોકો ટોકન એકબીજાના હાથમાંથી ઝૂંટવી લેતા જોવા મળ્યા હતા. જેના દ્રશ્ય એટલા ભયાવહ હતા કે કોરોના સંક્રમણ આવી સ્થિતિમાં કેવી રીતે અંકુશમાં આવી શકે તે એક મોટો પ્રશ્ન છે.
ભીમપોરમાં વેક્સિનેશન માટે ટોકન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. લોકોને જાણ થતાની સાથે જ મોટા પ્રમાણમાં ટોળા સ્વરૂપે ધસી આવીને ટોકન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ટોકન વ્યવસ્થિત રીતે લોકોને મળી રહે તે માટેની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવી જરૂરી હતી. પરંતુ જે રીતે લોકો એકાએક ટોકન લેવા માટે ધસી જતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા. લોકો ટોકન એકબીજાના હાથમાંથી ઝૂટવી લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.જો આ ટોળામાંથી કોઈપણ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તો શું પરિસ્થિતિ ઊભી થઇ શકે તેની આપણે ગંભીરતા સમજી શકીએ છીએ. વેક્સિનેશન સેન્ટરમાં ઇન્ચાર્જ કોણ હતું તેની તપાસ કરીને તેમની સામે પગલાં લેવા જરૂરી બને છે. જો આ પ્રકારની સ્થિતિ અન્ય રસીકરણ સેન્ટર પર પણ હોય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 120820 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1811 થયો છે. ગત રોજ શહેરમાંથી 2290 અને જિલ્લામાંથી 337 મળી શહેર જિલ્લામાંથી 2627 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 99624 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.
Corona Vaccination: કોરોનાની રસી લેવા જતી વખતે આ 4 બાબત ખાસ ધ્યાનમાં રાખજો, નહીંતર......
IPLની બાકીની સીઝન હવે ક્યારે રમાશે ? જાણો વિગતે
પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામઃ PM મોદીની છે આ મોટી હાર, કદાચ આગળ છે ‘અચ્છે દિન’
Bihar Lockdown: દેશમાં ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં લોકડાઉન, જાણો મોટા સમાચાર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)