Surat Crime News: સુરતમાં ઈન્કમ ટેક્સ અધિકારી હોવાનું કહી હીરા વેપારી પાસેથી રોકડા 8 કરોડની લૂંટથી ચકચાર, કતારગામમાં બની ઘટના
Latest Surat News: ઘટનાની જાણ થતાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લૂંટારુઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
Latest News: ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના કતારગામ વિસ્તારમાં હીરા વેપારી પાસેથી 8 કરોડની લૂંટ ચલાવવામાં આવી છે. ઈન્કમ ટેક્સ અધિકારી હોવાનું કહી વેપારી પાસેથી રોકડા 8 કરોડ રૂપિયા પડાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લૂંટારુઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
તાજેતરમાં શહેરના અડાજણ વિસ્તારમાં કાપડ વેપારી પાસેથી તેનાજ મિત્રએ અન્ય સાગરીત સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોતાના અન્ય મિત્રની લાખોની રકમ લઈ મોપેડ પર અડાજણ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા કાપડ વેપારીનું અપહરણ કરી રૂપિયા દસ લાખથી વધુની રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી. જે લૂંટની ઘટનામાં પોલીસે હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી મુખ્ય આરોપી સહિત બે શખ્સોની ધરપકડ કરી હતી. સુરતના અડાજણ પાટિયા ખાતે આવેલ જીલાની કોમ્પ્લેક્ષમાં રહેતા ફૈઝાન ઇમરાન જાલિયાવાલા વ્યવસાએ કાપડ વેપારી છે. 22મી ફેબ્રુઆરીના રોજ સાંજના સવા ચારથી સાડા ચાર વાગ્યાના સમય દરમ્યાન ફૈઝાનભાઈ અન્ય સ્થળેથી મિત્રના દસ લાખ રૂપિયા જેટલી રકમ લઈ પોતાની મોપેડ પર આપવા નીકળ્યા હતા. અડાજણ મધુવન સર્કલ નજીક આવેલ ગ્રીનસીટી રોડ પરથી તેઓ મોપેડ લઈ પસાર થઈ રહ્યા હતા. તે સમયે મોઢે માસ્ક પહેરી મોપેડ સવાર બે શખ્સો ત્યાં આવી ચઢ્યા હતા અને ફૈઝાનભાઈનું મોપેડ પર અપહરણ કરી પાલ સ્થિત ગૌરવપથ રોડ પર લઈ ગયા હતા. જ્યાં ફૈઝાનને ધાકધમકી આપ્યા બાદ તેઓની ડીકીમાં રહેલા રોકડા રૂપિયા 10 લાખ અને મોપેડ લઈ ફરાર થઇ ગયા હતા. જ્યાં ઘટના સ્થળ પરથી ફૈઝાનભાઈ દ્વારા આ મામલે અડાજણ પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસને ખબર પડી કે મિત્રએ જ પહેલા રૂપિયા નાખ્યા અને ત્યારબાદ તેની લૂંટ કરાવી,અડાજણ પોલીસે બે આરોપી સંજુ રાજેશ ખુરાના અને રાકેશ સુધામ ચૌધરીની ધરપકડ કરી છે,જેમાં રાકેશ સુધામ રીઢો આરોપી છે,તો સંચુ રામતાર રાય અને જાવેદ જમીલ શૈખ આ બન્ને આરોપીઓ ફરાર છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે મિત્ર પાસે રૂપિયા હતા,અને તે રૂપિયા સીધા કઈ રીતે માંગવા,માટે આરોપી મિત્રએ રૂપિયા ટ્રાન્ફસર કરાવીને લૂંટ કરાવી,તો પોલીસે આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે આરોપીઓ આ રીતે અગાઉ પણ લૂંટના ગુનામાં સંડોવાયેલા છે.
આ પણ વાંચોઃ
નડિયાદમાંથી દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ, સ્ટેટ મોનિટરીંગ સેલે બોલાવ્યો સપાટો
Surat News: યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ડેમાં ક્રિકેટ રમતા રમચતા અચાનક ઢળી પડ્યા પ્રોફેસર