શોધખોળ કરો

Surat: સુરતની યુવતીને સોશ્યલ મીડિયા ફ્રેન્ડે છેડતી કરી, યુપીથી આવીને અડપલાં કર્યા, ને પછી ફોન અને પૈસા લઇને ફરાર

સુરતમાંથી છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીને સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડ બનાવવો ભારે પડ્યો છે, સોશ્યલ મીડિયાના ફ્રેન્ડે યુવતી સાથે છેડતી કરી હોવાની વાત સામે આવી છે

Surat Crime News: સુરતમાંથી છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીને સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડ બનાવવો ભારે પડ્યો છે, સોશ્યલ મીડિયાના ફ્રેન્ડે યુવતી સાથે છેડતી કરી હોવાની વાત સામે આવી છે, આ અંગે યુવતીએ શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતિય યુવક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. 

મળતી માહિતી પ્રમાણે, સુરતમાં એક યુવતીની છેડતી થયાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ઘટના એવી છે કે, સુરતની યુવતીને સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડ બનાવવા ભારે પડ્યો છે. સુરતની યુવતીએ સોશ્યલ મીડિયા પર ઉત્તરપ્રદેશના એક યુવાનને ફ્રેન્ડ બનાવ્યો હતો, ફ્રેન્ડશીપ આગળ વધી અને બાદમાં યુવતીએ પોતાની સહેલીના ફોનથી યુપીના યુવકને ફોન કરીને બોલાવ્યો હતો. યુપીનો યુવક જેનુ નામ તરુણદીપસિંહ છે તે સુરત આવ્યો અને સુરતની સોશ્યલ મીડિયા ફ્રેન્ડ યુવતીને મળ્યો હતો. બાદમાં યુવકે યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા અને છેડતી કરી હતી, એટલુ જ નહીં તક મળતાં જ યુવક યુવતીનો મોબાઇલ ફોન અને 1500 રૂપિયા લઇને ફરાર થઇ ગયો હતો. આ ઘટના બાદ યુપીના યુવકે યુવતીના ફોટા સોશ્યલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપતી યુવતી ડરી ગઇ હતી. હાલમાં યુવતીએ આ સમગ્ર ઘટના અંગે શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશના યુવક તરુણદીપસિંહ વિરૂદ્ધ છેડતી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી છેલ્લા 5 વર્ષથી શરીર સંબંધ બાંધ્યા અને પછી...

રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મ કેસમાં આરોપી અન્ય ગુનામાં હાલ જેલમાં છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.  આ અંગે પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીને ગંજીવાડા વિસ્તારમાં રહેતા દેવરાજ વાલજીભાઈ ગોહિલ નામના શખ્સે નોકરી અપાવવાની લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ છેલ્લા પાંચેક વર્ષથી શરીર સંબંધ બાંધ્યા હતા. 

યુવતી અને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી

આરોપીએ યુવતીને કહ્યું હતું કે  જો કોઈને કહીશ તો યુવતી અને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી હતી.  યુવતીને સ્ટાર પ્લાઝાના ઇલેક્ટ્રીક રૂમમાં કામના બહાને બોલાવી ફરિયાદીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. પાંચ વર્ષ સુધી નોકરી કરવા બંધાયેલ છો જો તું ના પાડીશ તો તને તથા તારા પિતાને જેલમાં પુરાવી દઈશ તેવી યુવતીને ધમકી આપી બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી.  યુવતીને નોકરી નહીં આપી છેતરપિંડી કરી શરીર સંબંધ બાંધ્યો હોવાની યુવતીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

આરોપી દેવરાજ વાલજી ગોહિલ અગાઉ યુનિવર્સિટી પોલીસ મથકમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હતો અને જે ગુનામાં હાલ જેલમાં છે.  આ અંગે પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એમ.આર. ગોંડલીયા સહિતના સ્ટાફે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
Embed widget