(Source: ECI/ABP News/ABP Majha)
Surat: 23 વર્ષની યુવતીને 15 વર્ષ મોટા યુવક સાથે બંધાયા શરીર સંબંધ, પ્રેમીએ યુવતીની એટલી ક્રૂરતાથી કરી હત્યા કે........
યુવતીએ લગ્નની જીદ ચાલુ રાખતાં પ્રેમી તેને ફરવાના બહાને નંદુરબાર લઈ ગયો હતો. યુવતીની હત્યા કરીને ગળું અને હાથ કાપી નાંખ્યા હતા. આ ઉપરાંત યુવતીની ઓળખ નહીં થાય તે માટે મોંઢા પરની ચામડી કાઢી નાંખી હતી
સુરતઃ બિહારમાં રહેતી 23 વર્ષની યુવતીને 15 વર્ષ મોટા બે સંતાનોના પિતા યુવક સાથે બે વર્ષ પહેલાં શરીર સંબંધ બંધાયા હતા. સુરત રહેતો યુવક બિહાર જતો ત્યારે બંને શરીર સુખ માણતા હતાં. દરમિયાનમાં યુવતીએ યુવક સાથે લગ્ન માટે દબાણ કરતાં યુવક પ્રેમિકાને સુરત લઈ આવ્યો હતો.
યુવતીએ લગ્નની જીદ ચાલુ રાખતાં પ્રેમી તેને ફરવાના બહાને નંદુરબાર લઈ ગયો હતો. યુવતીની હત્યા કરીને ગળું અને હાથ કાપી નાંખ્યા હતા. આ ઉપરાંત યુવતીની ઓળખ નહીં થાય તે માટે મોંઢા પરની ચામડી કાઢી નાંખી હતી. સુરત ક્રાઇમ બ્રાંચે હત્યાનો ભેદ ઉકેલીને પરિણીત પ્રેમીને ઝડપી પાડયો છે.મહારાષ્ટ્રના નંદુરબારના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહારના ભાગે આવેલી ઝાડીમાંથી 26 ઓગસ્ટે અજાણી યુવતીની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં યુવતી નંદુરબાર રેલવે સ્ટેશનના સીસીટીવીમાં નજરે પડી હતી. યુવતી સુરતથી આવનાર ટ્રેનમાંથી ઉતરી હોવાની ખબર પડતાં પોલીસે સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ સી.આર. દેસાઇ અને તેમની ટીમે તપાસ હાથ ધરતા મૃતક મહિલા સીતા સનદકુમાર ભગત (ઉ.વ. 23 રહે. સીમરીયા મેનપુર, થાના. મસરથ, જિ. છપરા, બિહાર) હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે સુરત અને ઉધના રેલવે સ્ટેશનના સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી સીતાના પ્રેમી વિનયકુમાર રામજનમ રાય (ઉ.વ. 38 રહે. હાલ. રૂમ નં. બી 4, પટેલ કોમ્પ્લેક્ષ, કરંજ ગામ, તા. માંડવી, જિ. સુરત અને મૂળ મૂળ રહે. ખમહોરી, પોસ્ટ, રાજાપુર, થાના. જીબીનગર તરવાડા, જિ. શીવાન, બિહાર) ને ઝડપી પાડયો હતો. પોલીસ સમક્ષ વિનયે કબૂલાત કરી હતી કે સીતા સાથે છેલ્લા બે વર્ષથી સબંધ હતો અને દસેક દિવસ અગાઉ તેના વતન છપરાથી સુરત લઇ આવ્યો હતો. સીતાએ વિનય સમક્ષ લગ્ન કરવા દબાણ કર્યુ હતું પરંતુ પોતે પરિણીત અને બે સંતાનનો પિતા હોવાથી લગ્ન કરી શકે એમ ન હતો. સીતાએ લગ્ન નહીં કરે તો બળાત્કારની ફરીયાદ નોંધાવવાની ધમકી આપી હતી. પોતાનું લગ્નજીવન બચાવવા વિનયે નંદુરબાર તરફ ફરવા લઇ જવાનું કહીને લઇ ગયો હતો. પ્રેમીની ગળું અને હાથ કાપી નાંખ્યા બાદ ઓળખ નહીં થાય તે માટે બ્લેડ વડે ચ્હેરા પરથી ચામડી કાઢી નાંખી હતી.