શોધખોળ કરો

Surat Mass Suicide Case: સુરત સામુહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો, ભાગીદાર જ દુષ્પ્રેરણાનો નીકળ્યો મુખ્ય આરોપી

Surat Case: તપાસ દરમિયાન મનીષ સોલંકી ના ઘરેથી વધુ એક સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં ભાગીદાર ઇન્દ્રપાલ શર્માનું નામ હતું. ઇન્દ્રપાલ ફર્નિચર ન કામમાં મનીષ સોલંકીનો ભાગીદાર હતો.

Surat Mass Suicide Case Update: સુરતના અડાજણમાં એક જ પરિવારના સાત લોકોના સામુહિક આપઘાત મામલે મોટો ખુલાસો થયો છે. સુરત ડીસીપી રાકેશ બારોટે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું, એક જ પરિવાર ના 7 સભ્યોએ આપઘાત કર્યો હતો. જે તે સમયે સ્યુસાઇડ નોટ મળેલી. તેમાં આરોપી ના નામ ન હતા, પરંતુ ઘરમાંથી રેકોર્ડ મળ્યા હતા. જેમાં ઇન્દ્રપાલ શર્માના 20 લાખ ના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. આરોપી દિવાળી પહેલા 20 લાખ ચૂકવી દેવા પ્રેશર કરતો હતો. ફર્નિચરના બિલ હતા, મનીષ સોલંકી 1 કરોડની લોન માટે પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ લોન એપ્રુવ થઈ નહોતી. ભાગીદાર ઈન્દ્રપાલ જ દુષ્પ્રેરણાનો મુખ્ય આરોપી નીકળ્યો  હતો. ભાગીદાર દ્વારા મનીષ સોલંકીને સામી દિવાળી એ ધંધાના લાખો રૂપિયા બીલો ભરવા દબાણ કરવામાં આવતું હતું, તપાસ દરમિયાન મનીષ સોલંકી ના ઘરેથી વધુ એક સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં ભાગીદાર ઇન્દ્રપાલ શર્માનું નામ હતું. ઇન્દ્રપાલ ફર્નિચર ન કામમાં મનીષ સોલંકીનો ભાગીદાર હતો.

શું હતો સમગ્ર મામલો

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સી-2 બ્લિડિંગમાં રહેતા મનિષ સોલંકીએ પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા અને મોટા કોન્ટ્રાક્ટ રાખતાં મનિષ સોલંકી લાંબા સમયથી આર્થિક સંકરામણ અનુભવતા હોય તેવું પ્રાથમિક રીતે લોકોનું કહેવું છે. ઘટના જાણ થતા જ તેમના સંબંધીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. સુરત પોલીસે જણાવ્યું કે, અમને આપઘાત સ્થળથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં આર્થિક ભીંસમાં આવીને આપઘાત કર્યો હોય તેવુ લાગી રહ્યું છે. પરિવારના મોભી ફર્નિચર બનાવવાના કામ સાથે જોડાયેલા હતા. તેમના માથા પર દેવુ હતું, જેને કારણે આર્થિક ભીંસમાં આવી જતા તેમણે આપઘાત કરી લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરંતુ રૂપિયા ચૂકવવામાં અસક્ષમ પરિવારના મોભીએ આ પગલુ ભર્યુ હતું. મનીષ સોલંકી મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતો.

મૃતક મનિષ સોલંકીએ આપઘાત નોટમાં એવું પણ લખ્યું કે જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અમારી જાતિના જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી. જવાબદાર લોકોને કુદરત જરૂરથી પરચો આપશે. કોઈના નામ લખવામાં અમને સંકોચ થશે. જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહીં કરીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Mahakumbh 2025:  મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Govind Dholakia : લેબગ્રોનના કારણે હીરા ઉદ્યોગમાં મંદી! ગોવિંદ ધોળકીયાના નિવેદનથી વિવાદના એંધાણAmbalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Mahakumbh 2025:  મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Credit Cards: પાંચ વર્ષોમાં ડબલ થઇ ગઇ દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા, ડેબિટ કાર્ડની સંખ્યા રહી સ્થિર
Credit Cards: પાંચ વર્ષોમાં ડબલ થઇ ગઇ દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા, ડેબિટ કાર્ડની સંખ્યા રહી સ્થિર
Unified Pension Scheme: શું તમામ સરકારી કર્મચારીઓને મળશે 50 ટકા પેન્શન? યુનિફાઇડ પેન્શન યોજનાને સમજો
Unified Pension Scheme: શું તમામ સરકારી કર્મચારીઓને મળશે 50 ટકા પેન્શન? યુનિફાઇડ પેન્શન યોજનાને સમજો
Budget 2025 Expectations: ડિફેન્સ સેક્ટરને લઇ બજેટમાં નાણામંત્રી કરી શકે છે આ પાંચ મોટી જાહેરાતો
Budget 2025 Expectations: ડિફેન્સ સેક્ટરને લઇ બજેટમાં નાણામંત્રી કરી શકે છે આ પાંચ મોટી જાહેરાતો
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
Embed widget