SURAT : ધારુકા કોલેજ ખાતે VNSGUની સેનેટની ચૂંટણીમાં છુટ્ટા હાથની મારામારી
Surat News : ધારુકા કોલેજ ખાતે ચૂંટણીમાં હોબાળો થયૉ હતો. બોગસ વોટિંગ થતું હોવાની ચર્ચાને લઈ બબાલ થઇ હતી.
Surat : સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ની સેનેટેની ચૂંટણી ચાલી રહી છે. આ દરમિયાન ધારુકા કોલેજ ખાતે બે જૂથોમાં વિવાદ થયૉ હતો અને છુટ્ટા હાથની મારામારી થઇ હતી. ધારુકા કોલેજ ખાતે ચૂંટણીમાં હોબાળો થયૉ હતો. બોગસ વોટિંગ થતું હોવાની ચર્ચાને લઈ બબાલ થઇ હતી. વાતચીત દરમ્યાન મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. કેન્ડીડેટો વચ્ચે બબાલ થતા પોલીસ દ્વારા મામલો થાળે પડાયો હતો.
ABVP અને CYSS ઉમેદવારો વચ્ચે ઝઘડો થયો
આ અંગે મળતી માહિતી મુજબ BJPની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS)ના યુએમડવરો વચ્ચે બબાલ થઇ હતી અને બાદમાં ગાળાગાળી સાથે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. આ દરમિયાન PAAS નેતા અલ્પેશ કથીરિયા પણ દેખાયા હતા.
સુરતમાં સાવકા પિતાએ 14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
સુરતમાં સાવકા પિતાએ જ પુત્રી પર દુષ્કર્મ આચર્યાની ઘટનાથી પારિવારિક સંબંધો શર્મસાર થયા છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં 14 વર્ષય કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. સાવકા પિતાએ જ આ 14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી છે. ઘટનાને પગલે કિશોરીની માતાએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.
સુરતમાં 70 વર્ષીય વૃદ્ધા પર બળાત્કાર
સુરત જિલ્લામાં એક 70 વર્ષની વૃદ્ધા પર એક વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના 4 ઓગષ્ટની છે. બળાત્કાર બાદ મહિલાને ઈજા થઈ હતી. બાદમાં વૃધ્ધાને સારવાર અર્થે ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ કેસનો ફરાર આરોપી ઘટનાના થોડા દિવસોમાં જ રેલવે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. રેલવે પોલીસે આરોપીઓ સામે બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ જુની કોસંબા મુસ્લિમ સોસાયટીમાં ગુલામ દિવાન નામનો ઇસમ રહેતો હતો અને મજૂરી કામ કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો. જ્યારે પીડિત 70 વર્ષની મહિલા હતી જે ભીખ માંગતી હતી. ગુલામ દિવાન જ્યારે રેલ્વે સ્ટેશન પર ગયો ત્યારે તેણે એક 70 વર્ષની મહિલાને એકલી ભીખ માંગતી જોઈ. જે બાદ તેના મગજમાં સેક્સનો કીડો વસી ગયો હતો. વૃધ્ધ મહિલાની એકલતાનો લાભ લઇ કોસંબા રેલ્વે સ્ટેશનથી થોડે દૂર લઇ જઇ વૃધ્ધા પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ આરોપીએ વૃદ્ધ મહિલાને ગંભીર રીતે ઘાયલ કરી હતી.