Surat: લકઝરી બસમાં સુરત જતાં પહેલા વાંચી લો આ મોટા સમાચાર, નહીંતર....
Surat News: સુરત શહેરમાં દરોજ 500 થી વધુ બસોની આવન જાવન રહે છે, જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને અમદાવાદની બસો હોય છે.
Surat: સુરતમાં ખાનગી બસ એસોસિએશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ 21-2-2023 થી તમામ લકઝરી બસો સુરત બહાર થી ઉપડશે અને સવારે બહારથી આવતી તમામ બસો સુરત બહાર જ ઉભી રહેશે. શહેરમાં સવારે-રાત્રે થતા ટ્રાફિકને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં 150 થી લકઝરી બસના માલિકો દ્વારા મિટિંગમાં જાહેરાત કરવામાં આવી છે. સુરત શહેરમાં દરોજ 500 થી વધુ બસોની આવન જાવન રહે છે, જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને અમદાવાદની બસો હોય છે.
તમામ બસો વાલક પાટિયાથી ઉપડશે
સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યા બાદ ખાનગી બસ ઓપરેટરોએ રોષે ભરાઈને એક મીટિંગ બોલાવી હતી. જેમાં શહેરમાં પ્રવેશવાની છૂટના સમયે પણ ખાનગી બસો શહેરમાં પ્રવેશ નહીં કરે અને 21 તારીખથી વહેલી સવારથી તમામ બસો વાલક પાટિયા ખાતે ઉભી રહી જશે અને ત્યાંથી જ ઓપરેટ થશે તેવો નિર્ણય લેવાયો હતો. મુસાફરોએ પોતાના સ્વખર્ચે બસ સુધી આવવું પડશે અને ત્યાંથી પોતાના સ્થળ પર જવું પડશે.
પ્રસંગો માટે ભાડે કરવામાં આવતી બસ પણ સિટીમાં પ્રવેશ નહીં કરે
સુરત લકઝરી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિએશનના દિનેશ અણઘણના કહેવા મુજબ, શહેરમાંતી રોજની એવરેજ 500થી વધુ ખાનગી બસો ઓપરેટ થાય છે. પ્રસંગોપાત પણ લોકો બસ બુક કરાવે છે. રેગ્યુલર બસોની સાથે પ્રસંગો માટે ભાડે કરવામાં આવતી બસ પણ સિટીમાં પ્રવેશ નહીં કરે. તેમણે કહ્યું, ધારાસભ્ય કુમાર કાનાણીના વિસ્તારમાં અનેક દૂષણઓ છે તેની સામે નવિધો કરીને પત્ર લખ્યો નથી. બસ સસ્તી પ્રસિદ્ધી માટે ખાનગી બસોને ટાર્ગેટ કરવામાં આવે છે, જેની હાલાકી હવે સામાન્ય લોકોને પડશે.
ફાયરિંગથી ફરી ધણધણ્યું અમેરિકા, મિસિસિપીમાં ગોળીબારમાં 6 લોકોનાં મોત
ગોળીબારથી અમેરિકા ફરી એકવાર હચમચી ગયું હતું. મિસિસિપીમાં સામૂહિક ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. શુક્રવાર (17 ફેબ્રુઆરી) ના રોજ ગ્રામીણ અરકાબુટલા કાઉન્ટીમાં, એક વ્યક્તિએ ગોળીબાર કર્યો. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે. પહેલા એક સ્ટોર પર અને પછી અન્ય જગ્યાએ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મિસિસિપી બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના માર્ટિન બેઇલીએ કહ્યું કે તેઓ તપાસમાં મદદ કરી રહ્યા છે. સીએનએન અહેવાલ મુજબ, ટેટ કાઉન્ટી, મિસિસિપીમાં શુક્રવારે શ્રેણીબદ્ધ ગોળીબાર બાદ ઓછામાં ઓછા છ લોકોને ગોળી મારવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મિસિસિપીના ગવર્નર ટેટ રીવસે કહ્યું કે તેમને ગોળીબાર અંગે જાણ કરવામાં આવી હતી. આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.