શોધખોળ કરો

Surat: સુરતના હીરા ઉદ્યોગની વધશે મુશ્કેલી, જાણો શું છે કારણ

ભારતના હીરાઉદ્યોગકારો રશિયા, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે સહિતના દેશોમાંથી રફ હીરા ઇમ્પોર્ટ કરે છે. જે પૈકી રશિયાના હીરા અન્ય માઇન્સ કરતાં વધારે ઇમ્પોર્ટ થાય છે.

Surat Diamond Industry News: જી-૭ દેશો દ્વારા રશિયન હીરાની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવનાર છે ત્યારે તેની સીધી અસર સુરત ના હીરા ઉદ્યોગ પર જોવા મળશે.હીરા ઇમ્પોર્ટ રોકવા માટેના કાયદાનો અમલ કઇ રીતે કરાશે તે અંગે હીરા ઉદ્યોગકારો દ્વિધામાં મુકાયા છે.

રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના લીધે દુનિયાના અનેક દેશોના અર્થતંત્ર પર અસર પડી રહી છે. કેટલાક દેશોએ રશિયાના આ નિર્ણય સામે વાંધો પણ લીધો છે. જોકે તેમ છતાંય રશિયા અને યૂક્રેન વચ્ચે હાલ પણ યુદ્ધ જારી છે. રશિયાના અર્થતંત્ર પર અસર પડે તે માટે અપ્રત્યક્ષ રીતે કેટલાક દેશો પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે રશિયાના હીરા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. તેને વધુ સખત કરવા માટે જી-૭ દેશો દ્વારા ફરીથી આ મુદ્દે ચર્ચાઓ જારી છે અને ટૂંકમાં જ તેના વિશે તમામ નિયમો જારી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ દેશોમાંથી રફ હીરા થાય છે ઈમ્પોર્ટ

ભારતના હીરાઉદ્યોગકારો રશિયા, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે સહિતના દેશોમાંથી રફ હીરા ઇમ્પોર્ટ કરે છે. જે પૈકી રશિયાના હીરા અન્ય માઇન્સ કરતાં વધારે ઇમ્પોર્ટ થાય છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ પછી અમેરિકા સહિતના કેટલાક દેશો રશિયાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે રશિયાના હીરા નહી ખરીદવાનો નિર્ણય લીધો છે. દુનિયાના તમામ દેશોમાં કટ અને પોલિશ્ડ હીરાનો મોટો જથ્થો ભારતમાંથી નિકાસ થાય છે.ભારતથી નિકાસ થતા હીરા રશિયાના હોય તો તેને કેટલાક દેશોએ નહી સ્વીકારવાનો નિર્ણય લીધો છે. વિકસિત સાત દેશોના સમૂહ એટલે કે જી-૭ દેશોએ પણ થોડા દિવસો પહેલા મિટિંગમાં રશિયાના હીરા અંગે ચર્ચા વિચારણા કરી હતી અને તેના પર અંકુશ મૂકવા માટે નિયમ ઘડી રહ્યા છે.

હીરા ઉદ્યોગકારોએ હીરા સાથે હીરાના ઓરિજિન અંગે સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે

જી-૭ દેશો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને અને યુએસમાં રશિયાના હીરા નહીં એક્સપોર્ટ થાય તે માટે હીરા ઉદ્યોગકારોએ હીરા સાથે હીરાના ઓરિજિન અંગે સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. સાથોસાથ એક એક નોડલ એજન્સી બનાવવા અંગે પણ વિચારણા ચાલી રહી છે કે જે સર્ટિફિકેટની વિગતો સાચી છે કે નહીં તેની તપાસ કરી શકશે. જી-૭ દેશો દ્વારા રશિયાના હીરા સામે સખતી કરવામાં આવી રહી છે પરંતુ સ્થાનિક હીરાઉદ્યોગકારોનું કહેવું છે કે ભલે કાયદાઓ બની જાય પરંતુ તેનો અમલ કઇ રીતે કરાશે અને કયા હીરા માટે કરવામાં આવશે તે ગૂંચવણો ભરેલું છે.

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget