શોધખોળ કરો
Advertisement
સુરતમાં સ્પામાં કામ કરતી થાઈ યુવતીની હત્યા થયાનો ધડાકો, કોણે કરી હત્યા એ જાણશો તો લાગી જશે આઘાત
થાઈ યુવતી વનિડા ઉર્ફે મીમ્મીની હત્યા બીજા કોઇએ નહીં, પરંતુ તેના જ શહેરની અને થેરાપિસ્ટ યુવતી આઇડાએ કરી છે.
સુરતઃ શહેરના ચકચારી થાઈ યુવતીના હત્યા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો થયો છે. થાઈ યુવતી વનિડા ઉર્ફે મીમ્મીની હત્યા બીજા કોઇએ નહીં, પરંતુ તેના જ શહેરની અને થેરાપિસ્ટ યુવતી આઇડાએ કરી છે. આઇડાએ વનિડાની હત્યા લૂંટને ઇરાદે કરી હતી. આઇડા પાસેથી વનિડાના 3 મોબાઈલ, સોનાની ચેન અને રોકડા રૂપિયા મળી આવ્યા છે. લૂંટના ઇરાદે આઇડાએ વનિડા સાથે તેના રૂમમાં ઝીંગા-દારૂની પાર્ટી કર્યા બાદ ઠંડે કલેજે હત્યા કરી દીધી હતી. જોકે, હત્યા કેવી રીતે કરી તે અંગે પોલીસ હજુ આઇડાની પૂછપરછ કરી રહી છે.
મળતી વિગતો પ્રમાણે મગદલ્લા ખાતે રહેતી થાઇલેન્ડની યુવતી વનિડા બુસોર્ન ઉર્ફે મીમ્મીની રહસ્યમય સંજોગોમાં ઘરમાંથી ભડથું થયેલી લાશ મળી આવી હતી. આ રહસ્યમય ઘટનામાં પહેલા પોલીસે અકસ્માતે મોત અને પછી હત્યાની દિશામાં તપાસ કરી હતી. સ્થળ તપાસ કરનાર ફોરેન્સિક એક્સપર્ટ, ડીજીવીસીએલ, એફએસએલ તથા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની ટીમે પણ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
એટલું જ નહીં, પોલીસને ઘરનો મુખ્ય દરવાજો બહારથી લોક હોવાથી તેમજ મૃતકના 3 મોબાઇલ, રોકડ રકમ અને સોનાનો ચેન ગાયબ હોવાથી શંકા હતી જ. આ ઉપરાંત રૂમમાં એક જ ગાદલું બળી જવું, સંપૂર્ણ સળગી ગયેલી યુવતીની ચીસ કોઇએ સાંભળી નથી, કોલ્ડ્રિંક્સની બોટલોમાંથી દારૂની ગંધ સહિતની બાબતો શંકાસ્પદ લાગી હતી. આ તમામ શંકાને આધારે ઉમરા પોલીસે પાંચમા દિવસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
પોલીસને પ્રારંભથી જ સ્પા થેરાપિસ્ટ આઇડાની ભૂમિકા શંકાસ્પદ લાગતી હતી. મૃતક વનિડાએ આઇડા સાથે જ પોતાના રૂમમાં ઝીંગા અને દારૂની પાર્ટી કરી હતી. એટલું જ નહીં, આઇડા રાતે વનિડાના રૂમમાં જ રોકાઇ ગઇ હતી. ત્યારબાદ આઇડા વહેલી સવારે બે વખત ભેદી રીતે વનિડાના રૂમ પરથી અવરજવર કરતી કેમેરામાં દેખાઇ હતી. આ શંકાને આધારે પોલીસે આઇડાનું ઇન્ટ્રોગેશન કર્યુ હતું. જોકે, આઇડા મર્ડર કર્યાનો ઇન્કાર કરતી હતી. પોલીસ તપાસ દરમિયાન આઇડાની મલેશિયા અને જાપાનમાં ગુનાઇત હિસ્ટ્રી હોવાના પોલીસને ઇનપુટ પણ મળ્યા હતા. જોકે, અંતે પોલીસને આઇડા વિરુદ્ધના પુરાવા મળી ગયા હતા અને ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion