Surat Rain: સુરતમાં ભારે વરસાદથી આ ગામમાં ઘરોના છાપરાં ઉડ્યા, કેટલાય વૃક્ષો ધરાશાયી-વાહનોને નુકસાન
રાજ્યમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર માવઠાના કારણે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે, આ બધાની વચ્ચે હવે સુરતમાંથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે,
Surat Unseasonable Rains: રાજ્યમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર માવઠાના કારણે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે, આ બધાની વચ્ચે હવે સુરતમાંથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે, સુરતના ઓલપાડ તાલુકાના એક ગામમાં માવઠાના જોરથી પતરાં ઉડ્યા છે, એટલુ જ નહીં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. સુરત શહેર ઉપરાંત સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી પડી રહેલા માવઠાથી ભારે નુકસાન પહોંચ્યુ છે. ઓલપાડ તાલુકાના અંભેટા ગામમાં તારાજી મોટા દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે, સાથે ભારે પવન ફૂંકાવવાના કારણે કેટલાય ઘરોના પતરાં ઉડ્યા છે, અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ છે.
આગામી 24 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અહીં ઠંડા પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઘનઘોર વાદળોના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે. વિઝિબિલિટી ઘટતા અને ભારે વરસાદના કારણે અમદાવાદના હાઇવે પર ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાયા છે. વિઝિબિલિટી ઘટતા દિવસે હેડ લાઇટ કરવાની ફરજ પડી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક અમદાવામાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદનો અનુમાન વ્યકત કર્યો છે. વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
સવારથી અમદાવાદથઈ ગાંધીનગર સુધીના વિસ્તારમાં કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમોસમમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારા છે. રાજ્યના 18 જિલ્લાના 60 તાલુકામાં કમોસમી વરસાદે ચોસામા જેવો માહોલ સર્જોયો છે. અમદાવાદમાં એસજી હાઇવે પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વસરતા, છોડ સાથે કૂડા ધરાશાયી થયા હતા.તો ઇસ્કોન ચાર રસ્તા પાસે હોર્ડિગ્સ પણ ધરાશાયી થયું હતું. શહેરના સોલા રોડ નારણપુરા વિસ્તારમાં કમોસમી વરસાદે લગ્નપ્રસંગમાં પણ ભંગ પાડ્યો, અહીં કમોસમી વરસાદથી લગ્ન મંડપ સહિતની સાજ સજાવટ ભીજાય જતાં લોકો ચિંતામાં મૂકાયા હતા. હજુ પણ આગામી 24 કલાક અમદાવાદમાં ભારે વરસાદનો અનુમાન છે.અમદાવાદના બાવળા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. ખાસ કરીને જીરૂ, મગફળી, કપાસના પાકને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઇ છે.
જુનાગઢના વંથલી અને કેશોદમાં કમોસમી વરસાદ પડ્યો છે. જુનાગઢ જિલ્લાના કેટલાક ભાગમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો. ગડુ નજીક ખોરાસા ગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢ નજીકના વડાલ અને કાથરોટા ગામમાં પણ વરસાદ છે.
તાલાલા ગીર માં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાત્રે ત્રણ વાગ્યે ધોધમાર વરસાદ ખાબક્યા બાદ ફરી સવારે 6 કલાકે વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના તાલાલાના ધાવા ગામે મકાન પર વીજળી પડી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી, મકાનનો થોડો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. તાલાલા અને ગ્રામ્ય વિસ્તારો માં એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટ જીલ્લાના ધોરાજીમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રોમાં ચિંતા વધી છે. ધાણા, કપાસ, જેવા રવિ પાકોને નુકસાન થવાની ભીતિ છે. ધોરાજીમાં કમોસમી વરસાદને લઈને શહેરના માર્ગો ભીના થયા છે. ભુજ-નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા છે. મોડી રાત્રે 3 વાગે વરસાદી ઝાપટા પડયા હતા. કમોસમી વરસાદના પગલે અનેક જગ્યાએ વીજપુરવઠો ખોરવાયો હતો. ગીર સોમનાથમાં પણ માવઠું થયું છે. ધોકડવા અને આસપાસના ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે.