(Source: ECI/ABP News/ABP Majha)
Swachh Survekshan Awards 2021: ગુજરાતનું આ મોટું શહેર દેશમાં બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર, જાણો પ્રથમ નંબરે કોણ રહ્યું
Swachh Survekshan Awards 2021: સ્વચ્છ સર્વેક્ષણ 2021ના વિજેતાઓની જાહેરાત થઈ ગઈ છે. મધ્યપ્રદેશનું ઈન્દોર સતત પાંચમી વખત પ્રથમ સ્થાને રહ્યું છે.
Swachh Survekshan Awards 2021: સ્વચ્છ સર્વેક્ષણ 2021ના વિજેતાઓની જાહેરાત થઈ ગઈ છે. મધ્યપ્રદેશનું ઈન્દોર સતત પાંચમી વખત પ્રથમ સ્થાને રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે વિજેતાઓને સન્માનિત કર્યા હતા. સ્વચ્છ સર્વેક્ષણ 2021માં ગુજરાતનું સુરત બીજા નંબરે રહ્યું છે.
આંધ્રપ્રદેશનું વિજયવાડા ત્રીજા નંબરે રહ્યું છે. સ્વચ્છ ભારત મિશન શહેર 2.0 અંતર્ગત ભારતને કચરા મુક્ત બનાવવાના પ્રધાનમંત્રી મોદીના દ્રષ્ટિકોણ પર કચરા મુક્ત શહેરોની શ્રેણી અંતર્ગત પ્રમાણિત શહેરોને આ સમારોહમાં સામેલ કરવામાં આવ્યા હતા.
President Ram Nath Kovind confers Surat (Gujarat) and Vijaywada (Andhra Pradesh) for being the country's second and third cleanest cities, respectively pic.twitter.com/LWeV3oGdF2
— ANI (@ANI) November 20, 2021
કાર્યક્રમમાં કેન્દ્રીય આવાસ તથા શહેરી કાર્ય મંત્રાલયની પહેલ સફાઈમિત્ર સુરક્ષા ચેલેન્જના શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં શહેરોને માન્યતા આપતા સફાઈ કર્મીના યોગદાનીની પ્રશંસા કરવામાં આવી હતી. આ વખતે સ્વચ્છ સર્વેક્ષણમાં 4320 શહેરો-નગરોને સામેલ કરવામાં આવ્યા છે. જે વિશ્વાનું સૌથી મોટું સ્વચ્છતા સર્વેક્ષણ છે.
5 કરોડથી વધુ ફીડબેક આવ્યા
વર્ષ 2016માં આની શરૂઆત થઈ હતી ત્યારે 73 મુખ્ય શહેરોને સર્વેક્ષણમાં સામેલ કરાયા હતા. સર્વેક્ષણની સફળતા દર વખતે નાગરિકોથી મળેલા ફીડબેકની સંખ્યાના આધારે આંકવામાં આવે છે. આ વખતે 5 કરોડથી વધારે ફિડબેક આવ્યા હતા. ગત વર્ષે આ સંખ્યા 1.87 કરોડ હતી.
મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ 2021 અંગે કહ્યું, જમીન સ્તર પર રાજ્યો તથા શહેરોના પ્રદર્શનમાં ઘણો સુધારો થયો છે. છ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રદર્શનમાં પાંચ થી 25 ટકા સુધી સુધારો થયો છે.