(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Cases: દેશમાં એક્ટિવ કેસ 531 દિવસના નીચલા સ્તરે, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે.
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 43માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 146માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 10,302 નવા કેસ નોંધાયા છે અને 267 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 11,787 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 531 દિવસના નીચલા સ્તર 1,24,868 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5754 કેસ નોંધાયા છે અને 49 સંક્રમિતોના મોત થયા છે.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 115,79,69,274 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 51,59,931 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
#COVID19 | Of the 10,302 new cases and 267 deaths reported in the last 24 hours, Kerala reported 5,754 and 49 deaths.
— ANI (@ANI) November 20, 2021
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 99 હજાર 925
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 09 હજાર 708
- એક્ટિવ કેસઃ 1 લાખ 24 હજાર 868
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 65 હજાર 349