Valsad : યુવક-યુવતી એકાંત માણવામાં મગ્ન હતા ને વરસાદ શરૂ થતાં બંને ફસાઇ ગયા, જાણો કઈ રીતે બચાવાયા?
બપોરના 2 વાગ્યાની આસપાસ આ યુવક યુવતી નદીના કિનારે ટાપુ જેવા પથ્થર પર બેઠા હતા. જ્યાં અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધતા બપોરના નદીના ટાપુ જેવા પથ્થર પર ફસાઈ ગયા હતા.
વલસાડઃ ઘડોઈ ડેમ પર યુવક-યુવતી નદી પર ફસાતા એન.ડી.આર.એફ. દ્વારા બંનેનું 2 કલાકની જહેમત બાદ સફળતા પૂર્વક રેસ્ક્યુ કરાયું હતું. ગત 22મીએ વહેલી સવારથી વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. જેને લઈને નદીઓમાં જળસ્તરમાં વધારો થયો હતો.
વલસાડ નજીક આવેલ ઘડોઈ ગામે એક યુવક અને યુવતી એકાંત માણવા માટે આ વિસ્તારમાં આવ્યા હતા. જ્યાં નદીમાં જળ સપાટી અચાનક વધી જતા બંને ત્યાં ફસાયા હતા. સમગ્ર ઘટનાને પગલે વલસાડના ડિઝાસ્ટર મેનેજમેન્ટે જાણ થતાં તેમના દ્વારા એનડીઆરએફને સ્થળ પર તુરંત રવાના કરી હતી, પરંતુ નદીમાં વહેણની ગતિ વધુ હોય જેને લઈને મુશ્કેલીઓ સર્જાય હતી. સમગ્ર મુશ્કેલીઓના અંતે યુવક અને યુવતીનું એનડીઆરએફ દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
બપોરના 2 વાગ્યાની આસપાસ આ યુવક યુવતી નદીના કિનારે ટાપુ જેવા પથ્થર પર બેઠા હતા. જ્યાં અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધતા બપોરના નદીના ટાપુ જેવા પથ્થર પર ફસાઈ ગયા હતા. જ્યાં ગ્રામજનો ભેગા થઈ જતા વલસાડ રૂરલ પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ઘટનાની જાણ NDRFટીમને થતા NDRFની ટીમે સતત બે કલાકની જહેમત બાદ નદીમાં ફસાયેલ બંને યુવક યુવતીને બહાર કાઢ્યા હતા.
જળાશયોની સ્થિતિ:ગુજરાતમાં હાલ મોનસૂન સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં અત્યાર સુધી આ સીઝનમાં 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેના પગલે રાજ્યમાં 207 પૈકી હાલ 58 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.
રાજ્યમાં શું છે જળાશયોની સ્થિતિ?
રાજ્યમાં 207 પૈકી હાલ 58 જળાશયો સંપૂર્ણ ભરેલા છે. જેમાં હાલ 71.73 ટકા પાણીનો જથ્થો છે.
સરદાર સરોવર ડેમમાં હાલ 58.12 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતમાં 15માંથી માત્ર એક જ ડેમ સૂંપૂર્ણ ભરેલો છે. કુલ જેમાં કુલ 32.77 ટકા પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં પૈકી ત્રણ સંપૂર્ણ ભરેલા છે. હાલ કુલ 93.65 પાણીનો જથ્થો છે. કચ્છના 20 ડેમમાંથી હાલ 28.45 ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 પૈકીમાંથી 51 જળાશયો સંપૂર્ણ ભરેલા છે.હાલ કુલ 78.95 પાણીનો જથ્થો છે.
હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. હવામાન વિભાગનું કહેવું છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે નથી રહી વરસાદની ઘટ. ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદ થોડો ઓછો છે. આગામી દિવસોમાં આ ઘટ પણ પૂર્ણ થઈ જશે.
ગુજરાતમાં અત્યાર સુધી આ સીઝનમાં 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 90 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. રાજ્યના 56 ડેમ છલોછલ ભરાઈ ચૂક્યા છે. હાલ રાજ્યના 83 ડેમ હાઈ એલર્ટ પર છે. તો 12 ડેમ એલર્ટ પર છે.