શોધખોળ કરો

Surat: સુરતમાં શરદી-ઉધરસ બાદ પરિણીતાનું મોત, H3N2 વાયરસના કેટલાક લક્ષણો દેખાયાનો દાવો

સુરત: કોરોનાની સાથે સાથે હવે  H3N2 વાયરસે પણ માથું ઉચક્યું છે. જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરતમાં શરદી,ઉધરસ અને કફની તકલીફ બાદ એક પરિણીતાનું મોત નિપજ્યું છે.

સુરત: કોરોનાની સાથે સાથે હવે  H3N2 વાયરસે પણ માથું ઉચક્યું છે. જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરતમાં શરદી,ઉધરસ અને કફની તકલીફ બાદ એક પરિણીતાનું મોત નિપજ્યું છે. ડીંડોલી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પરિણીતાનું મોત નિપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે H3N2 જેવા કેટલાક લક્ષણો મહિલામાં જોવા મળ્યા હતા. જો કે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર હકીકત જાણવા મળશે. પરિણિતાના મોતને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે.

શું કોરોનાની માફક હાહાકાર મચાવશે H3N2?

સમગ્ર દેશમાં H3N2 વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં આ વાયરસના કારણે 2 લોકોના મોત થતા કેન્દ્ર અને દેશવાસીઓની ચિંતા વધારી છે. નીતિ આયોગે ઈન્ફલ્યુએન્ઝાનો સામનો કરવા માટે એક એક્શન ટાસ્ક ફોર્સની રચના કરવા માટે બેઠક યોજી છે. કમિશનની બેઠકમાં રાજ્યોને વાયરસનો સામનો કરવા માટે હોસ્પિટલોમાં સજ્જતા, માનવબળ, દવા, મેડિકલ ઓક્સિજન અને સાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે. કમિશને નિર્ણય લીધો છે કે, વાયરસનો સામનો કરવા માટે સૌ પ્રથમ લોકોને જાગૃત કરવાની જરૂર છે.

નીતિ આયોગની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, લોકોમાં જાગૃતિ લાવવા માટે પગલાં લેવામાં આવશે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસનો સામનો કરવા માટે આયોગે કોરોના જેવા નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અંગે રાજ્યોને પણ નિર્દેશ જારી કરવામાં આવશે. કમિશને પ્રેસ રિલીઝ જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. કમિશને કહ્યું હતું કે, નાક અને મોં ઢાંકવા, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું, લક્ષણોવાળા લોકોના સંપર્કમાં ન આવવા અને લક્ષણો જોવા મળે તો ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી હતી. નીતિ આયોગના આ નિર્દેશોના કારણે એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે શું H3N2 વાયરસ પણ કોરોનાની માફક દેશભરમાં હાહાકાર મચાવશે? 

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ મોનિટરિંગ વધારવા આપ્યા આદેશ

ભારતમાં મોસમી ઈન્ફલ્યુએન્ઝાથી બે મૃત્યુ થયા છે. કર્ણાટકમાં એક અને હરિયાણામાં એક મૃત્યુ નોંધાયું છે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે રાજ્યોને જાગ્રત રહેવા અને કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ પર નજીકથી દેખરેખ રાખવા જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 2 જાન્યુઆરીથી 5 માર્ચ સુધીમાં દેશમાં H3N2ના 451 કેસ નોંધાયા છે.

ભારતમાં ઈન્ફલ્યુએન્ઝાથી બે મૃત્યુ

છેલ્લા ત્રણ મહિનામાં H3N2ના 90 કેસ નોંધાયા છે. જ્યારે કર્ણાટકમાં એક 82 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે, જે આ જ વાયરસથી પીડિત હતા. તેમને 24 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 1 માર્ચના રોજ તેમનું અવસાન થયું હતું. એક સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં 6 માર્ચે પુષ્ટિ થઈ હતી કે તે વાયરસથી સંક્રમિત છે. જ્યારે હરિયાણામાં પણ H3N2 વાયરસના કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget