શોધખોળ કરો

વલસાડઃ કબડ્ડીની પ્રેક્ટિસમાં મળેલા યુવકે સગીરાને ઘરે લઈ જઈ બાંધ્યા શારીરિક સંબંધ, શરીર-સુખનો ઉતારી લીધો વીડિયો ને પછી........

દમણમાં કબ્બડ્ડીની પ્રેક્ટિસ દરમિયાન સગીરા સાથે પરિચય થતાં આરોપી સગીરાને બાઇક પર ઘરે મૂકવા આવવાના બહાને તેના ઘરે લઇ જઇ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એ વખતે તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો.

વલસાડઃ વાપીમાં નરાધમે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બળાત્કાર સમયે નરાધમે સગીરાના અશ્લીલ વીડિયો પણ મોબાઇલમાં ઉતારી લીધા હતા. આ પછી બ્લેક મેલીંગનો ખેલ શરુ થયો હતો. અંતે કંટાળેલી સગીરાએ પિતા ને જાણ કરતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ યુવકને જેલમાં નાંખી દીધો છે. દમણમાં રહેતા યુવકે વાપીની સગીરા પર એક વર્ષ અગાઉ બળાત્કાર ગુજાર્યો હતો. દમણમાં કબ્બડ્ડીની પ્રેક્ટિસ દરમિયાન સગીરા સાથે પરિચય થતાં આરોપી સગીરાને બાઇક પર ઘરે મૂકવા આવવાના બહાને તેના ઘરે લઇ જઇ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એ વખતે તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો. ત્યાર બાદ અવાર નવાર આરોપી સગીરાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સગીરાને શારીરિક સંબંધ માટે દબાણ પણ કરતો હતો. જોકે એક વર્ષ સુધી સગીરા આરોપીની તાબે નહીં થતાં આખરે આરોપીએ સગીરા પર બળાત્કારનો વીડિયો પીડિતા ના પિતા ને મોકલી અને તેમને ધમકી આપી હતી. પીડિતાના પિતા પાસે અશ્લીલ વીડિયો પહોંચતાં જ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થઈ હતી. પીડિતાએ પોતાના પર એક વર્ષથી વીતી રહેલી પીડાની વાત અને આરોપી દ્વારા થઇ રહેલા બ્લેકમેલીંગના પ્રયાસની વાત પરિવારજનોને કરી હતી. પીડિતાના પરિવારજનો અને પીડિતાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. વાપી ટાઉન પોલીસે પોક્સો એક્ટ હેઠળ દમણના આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને ગણાતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ આરોપીને પોલીસે વલસાડની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કર્યો હતો. સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપીને રિમાન્ડ પર લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. રેપ અને બ્લેકમેલિંગની આ ઘટનામાં સગીરા યુવાનથી સાવ અપરિચિત નહોતી. જોકે એક નાનકડી મુલાકાત બાદ સગીરાએ આરોપી પર રાખેલ વિશ્વાસ ભારે પડ્યો છે. વાપી પોલીસે આરોપીના મોબાઈલ કબ્જે લઇ અશ્લીલ વીડિયો કબ્જે લીધા છે. આરોપીએ પીડિતા પર બળાત્કાર ગુજારી બનાવેલો વિડિયો કબજે કરવા સહિત તેને અન્ય કોઇ જગ્યાએ સાર્વજનિક કર્યો છે કે કેમ ??? તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે આરોપીના રિમાન્ડ પર લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget