શોધખોળ કરો

ઘરમાં લાગી ભીષણ આગ, ગાઢ નિંદ્રા માણી રહેલા 2 બાળકો સહિત 6 લોકો જીવતા સળગ્યા, પરિવાનો કરૂણ અંજામ

શુક્રવારે રાત્રે 1.30 વાગ્યાની આસપાસ ઝૂંપડામાં આગ ફાટી નીકળી હતી, જ્યારે પરિવાર ગાઢ નિંદ્રામાં હતો. પોલીસે જણાવ્યું હતું કે, જ્વાળાઓ એવી ભીષણ હતી કે આખી ઝૂંપડીને લપેટમાં લઇ લીધી હતી અને છ લોકો જીવતા સળગી ગયા હતા.

તેલંગાણા: શુક્રવારે રાત્રે  1.30 વાગ્યાની આસપાસ ઝૂંપડામાં આગ ફાટી નીકળી હતી, જ્યારે પરિવાર ગાઢ નિંદ્રામાં હતો.  પોલીસે જણાવ્યું હતું કે, જ્વાળાઓ એવી ભીષણ હતી કે આખી ઝૂંપડીને લપેટમાં લઇ લીધી  હતી અને છ લોકો જીવતા સળગી ગયા હતા.  બધા જ  ગાઢ નિંદ્રામાં હતા.

તેલંગાણાના મંચેરિયલ જિલ્લામાં એક દર્દનાક ઘટનામાં બે બાળકો સહિત છ લોકો દાઝી ગયા હતા. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. રામાગુંડમના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અખિલ મહાજને જણાવ્યું હતું કે શુક્રવારે સવારે લગભગ 1.30 વાગ્યે મંચેરિયલ જિલ્લાના વેંકટાપુર ગામમાં એક ઝૂંપડીમાં આગ ફાટી નીકળી હતી જ્યારે લોકો ઊંઘી રહ્યા હતા. જ્વાળાઓએ આખી ઝૂંપડીને લપેટમાં લઇ લીધી હતી. ભર નિંદ્રામાં જ પરિવાર કાળના મુખમાં હોમાઇ ગયો.

તેમણે જણાવ્યું કે મૃતકોમાંથી એકની ઓળખ 50 વર્ષીય માસુ શિવૈયા તરીકે થઈ છે, જે ગ્રામ્ય મહેસૂલ સહાયક (VRA) તરીકે કામ કરતો હતો. મહાજને કહ્યું કે, આગની આ ઘટના શંકાસ્પદ લાગે છે….પોલીસ ટીમ તેની પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે મૃતદેહોને મળી આવ્યા છે અને ઘટનાની તપાસ ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઘર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું છે.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા 

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, તપાસ બાદ જ આની પુષ્ટિ થઈ શકશે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મંચેરિયાલ મોકલી આપ્યા છે. એક ન્યૂઝ એજન્સી અનુસાર, પાડોશીએ પોલીસને જાણકારી આપી કે આ ઝુપડીમાં આગ લાગી છે. પાડોશીએ જણાવ્યું કે તેમના ઘરે કેટલાક મહેમાનો પણ આવ્યા હતા અને તેઓ પણ આગની લપેટમાં આવતા ઇજા પહોંચી હતી.

Rajkot: રાજકોટમાં લાગ્યા પાકિસ્તાન હાય હાયના નારા, બિલાવલ ભુટ્ટોના પુતળાનું કરાયું દહન

Rajkot: પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદનનો ગુજરાતમાં સખત વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં ભાજપના નેતાઓએ બિલાવલ ભુટ્ટોના પૂતળાનું દહન કર્યુ હતું. રાજકોટ સહિત દેશભરમાં પાક.ના વિદેશ મંત્રના બફાટનો ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. રાજકોટમાં પાકિસ્તાન હાય હાયના નારા લગાવીને પૂતળા દહન કરાયું હતું.

બિલાવલ ભુટ્ટોએ શું કહ્યું હતું

બિલાવલ ભુટ્ટોએ ગુરુવારે કહ્યું કે ઓસામા બિન લાદેન તો મરી ગયો, પરંતુ ગુજરાતનો કસાઈ હજુ પણ જીવિત છે અને તે ભારતના વડાપ્રધાન છે.

ભારતના વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે બિલાવલ નિષ્ફળ થયેલા દેશના પ્રતિનિધિ છે અને તે પોતે પણ નિષ્ફળ ગયા છે. આતંકી માનસિકતા ધરાવતા લોકો પાસેથી તમે આનાથી વધુ શું અપેક્ષા રાખી શકો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કદાચ ભુટ્ટો 1971ને ભૂલી ગયા છે.

વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે પાકિસ્તાનના વિદેશ મંત્રી 16 ડિસેમ્બર 1971નો દિવસ ભૂલી ગયા છે, જ્યારે પાકિસ્તાનના 90 હજારથઈ વધુ સૈનિકોએ ભારતીય સેનાની આગળ સરેન્ડર કર્યું હતું. પાકિસ્તાની શાસકો દ્વારા બંગાળીઓ અને હિન્દુઓના નરસંહારનું આ પરિણામ હતું. લઘુમતીઓ સાથે પાકિસ્તાનના વ્યવહારમાં હજુ પણ કોઈ ફેરફાર થયો નથી. પાકિસ્તાન હવે આતંકવાદીઓનો ઉપયોગ કરવા સક્ષમ નથી. બિલાવલ ભુટ્ટોનું વિવાદિત નિવેદન આનું પરિણામ છે.બિલાવલ ભુટ્ટોએ તેમના દેશમાં હાજર આતંકવાદના માસ્ટરમાઇન્ડ વિશે નિવેદન આપવું જોઈએ. જેમણે આતંકવાદને દેશની નીતિનો ભાગ બનાવી દીધો છે. પાકિસ્તાને પોતાનું વલણ બદલવું પડશે.

ભાજપના નગર સેવક સામે પત્નીએ કેમ નોંધાવી ફરિયાદ ?

મહેસાણામાં ભાજપના નગર સેવક દ્વારા પત્નીને ટ્રિપલ તલાક આપવાના મામલે નગર સેવક સલીમ વ્હોરા સામેઇ ફરિયાદ નોંધાઈ છે. પત્ની સિદ્દીકાબેન વ્હોરાએ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પર સ્ત્રી સાથેના સંબંધમાં નગર સેવક પતિએ પત્નીએ ટ્રિપલ તલાક આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પતિ,સાસુ,નણંદ અને પતિ સાથે સંબધ રાખનાર મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે. કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૧૧૪ તથા દ.પ્ર.ધા.ક.૩,૪ તથા મુસ્લિમ સ્ત્રીઓના (લગ્નના હકોના રક્ષણ) બાબત અધિનિયમ ૨૦૧૯ ની કલમ-૩, ૪ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget