Accident:દુર્ઘટનાએ ક્ષણવારમાં છીનવી લીધી કપલની ખુશી, લગ્નનું શોપિંગ કરવા જતાં યુવક-યુવતીને નડ્યો અકસ્માત
યુવક અને યુવતીના 11 દિવસ બાદ લગ્ન થવાના હતા. બંને યુવક -યુવતી લગ્નની શોપિગ કરવા જતાં હતા, આ સમયે રોડ અકસ્માત નડતાં,. યુવકનું મોત થઇ ગયું તો યુવતીની હાલત ગંભીર છે.
Accident:સોમવારે મોડી રાત્રે એક્સપ્રેસ વેની સર્વિસ લેન પર લોધાટીકુર ગામ પાસે એક અજાણ્યા વાહને બાઇક સવાર યુવક અને યુવતીને ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવતી ઘાયલ થતા ગંભીર સ્થિતિ છે. પોલીસે જણાવ્યું કે, ઘાયલ યુવતીની સારવાર લખનૌ ટ્રોમા સેન્ટરમાં કરવામાં આવી રહી છે. બંને 11 દિવસ પછી લગ્ન થવાના હતા.
ઉત્તરપ્રદેશના શાહપુર ટોંડા ગામના રહેવાસી અમરેશ કુમારના લગ્ન ઔરસ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇનાયતપુર બરા ગામની રહેવાસી છોકરી રિંકી સાથે નક્કી થયા હતા. બંનેના 11 દિવસ બાદ 23 ડિસેમ્બરે લગ્ન થવાના હતા. સોમવારે અમરેશ લગ્નના આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવા બાઇક પર નીકળ્યો હતા. કાર્ડ વહેંચ્યા બાદ તે તેની મંગેતરને લઇને સાંજે સાત વાગ્યાની આસપાસ બાઇક પર લઈ ખરીદી કરવા જઈ રહ્યો હતો. આ સમયે કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા યુવકે જીવ ગુમાવ્યો.
ઔરસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસ વેની સર્વિસ લેન પર લોધાટીકુર ગામ પાસે એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. જોરદાર ટક્કર લાગવાથી બંને કૂદીને રોડ પર દૂર સુધી પડી ગયા હતા. યુપેડાની રેસ્ક્યુ ટીમ બંનેને ઔરસ હેલ્થ સેન્ટર લઈ ગઈ, જ્યાં ડૉક્ટરે અમરેશને મૃત જાહેર કર્યો. જ્યારે રિન્કીની હાલત ગંભીર હોવાથી તેને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જો કે, તેના પરિવારે તેને લખનૌ ટ્રોમા સેન્ટરમાં ટ્રાન્સફર કરી હતી.
ભાઈ સંજયે જણાવ્યું કે અમરેશ ચંદીગઢમાં ખાનગી નોકરી કરતો હતો. લગ્ન નક્કી થયાના એક અઠવાડિયા પહેલા જ તે ઘરે આવ્યો હતો. ચાર ભાઈઓમાં તે ત્રીજા નંબરે હતો. પુત્રના મૃત્યુને કારણે માતા શિવવતી અને પરિવારના અન્ય સભ્યોની હાલત ખરાબ છે. પોલીસ સ્ટેશનના વડા રેખા સિંહે જણાવ્યું હતું કે, બાઇકને ટક્કર મારનાર વાહનને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ખુશી શોકમાં ફેરવાઈ ગઈ
અકસ્માત બાદ લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. લગ્નની તારીખ 23મી ડિસેમ્બર હોવાથી છોકરા-છોકરી બંને તૈયારીઓમાં વ્યસ્ત હતા. આમંત્રણ પત્રિકાઓનું વિતરણ પણ લગભગ થઈ ગયું હતું. બંને પક્ષોએ લગ્નની વિધિ માટે ઘરેણાં, કપડાં અને એસેસરીઝની ખરીદી કરી લીધી હતી, પરંતુ અકસ્માતે પરિવારની ખુશી ક્ષણવારમાં છીનવી લીધી હતી.
,