શોધખોળ કરો

દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'આખો દેશ પીડિતોની સાથે, કાવતરુ રચનારાઓને છોડવામાં આવશે નહીં'

 દિલ્હીમાં સોમવારે  થયેલા કાર બોમ્બ વિસ્ફોટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે.

 દિલ્હીમાં સોમવારે  થયેલા કાર બોમ્બ વિસ્ફોટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, "હું પીડિત પરિવાર સાથે  છું અને ગુનેગારોને છોડવામાં આવશે નહીં." પોતાના ભાષણની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, "આજે હું ખૂબ જ ભારે હૃદય સાથે અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ બધાને દુઃખી કર્યા છે. આ પાછળના કાવતરાખોરોને બક્ષવામાં આવશે નહીં. આખો દેશ પીડિતોની સાથે ઉભો છે."

પીએમ મોદીએ કાવતરાખોરોને કડક ચેતવણી આપી

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તેઓ આખી રાત ઘટનાની તપાસ કરતી તમામ એજન્સીઓ સાથે સંપર્કમાં રહ્યા હતા અને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ષડયંત્ર પાછળનું સત્ય ઉજાગર કરવા માટે તમામ સંસાધનો તૈનાત કરવામાં આવશે અને તેની પાછળના કાવતરાખોરોને છોડવામાં આવશે નહીં

વડાપ્રધાન પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે આખો રાષ્ટ્ર અકસ્માતમાં પ્રિયજનો ગુમાવનારા પરિવારોના દુઃખમાં સહભાગી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી. સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓને ગુનેગારો સુધી પહોંચવા અને જવાબદારો સામે શક્ય તેટલી કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે ન્યાયી અને ઝડપી તપાસ કરવા માટે સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ ભૂટાન, તેના રાજવી પરિવાર અને વિશ્વ શાંતિમાં વિશ્વાસ રાખનારા બધા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ભારત અને ભૂટાન સદીઓથી ગાઢ, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક બંધન ધરાવે છે, જે તેમના સહિયારા વારસાને પ્રતિબિંબિત કરે છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવી એ માત્ર ભારતના સંકલ્પ અને પ્રતિબદ્ધતાનું જ નહીં, પરંતુ તેમના પોતાના સંકલ્પનું પણ પ્રતીક છે. તેમણે કહ્યું કે ભારત હંમેશા ભૂટાનની સાથે રહેશે અને સમય જતાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.  

ટોપ સ્ટોરી

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget