Molar Pregnancy : ડીલિવરી માટે હોસ્પિટલ આવેલી મહિલાના ગર્ભમાં ન હતું બાળક, મોલર પ્રેગ્ન્સીનો અનોખો કિસ્સો
દાહોદમાં એક અજબ ગજબનો કિસો સામે આવ્યો છે. અહીં એક પ્રેગ્નન્ટ મહિલાને પેટમાં અસહ્ય દુખાવો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ ડોક્ટરે તપાત કરતાં જણાવ્યું કે, પેટમાં બાળક જ નથી. જાણીએ શું છે સમગ્ર મામલો
Molar Pregnancy : દાહોદમાં એક અજબ ગજબનો કિસો સામે આવ્યો છે. અહીં એક પ્રેગ્નન્ટ મહિલાને પેટમાં અસહ્ય દુખાવો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ ડોક્ટરે તપાત કરતાં જણાવ્યું કે, પેટમાં બાળક જ નથી. જાણીએ શું છે સમગ્ર મામલો
દાહોદની એક ગાયનેક હોસ્પિટલમાં જવલ્લેજ જોવા મળતો 36 માસનો મોરલ પ્રેગનન્સીનો અજીબ કિસ્સો જોવા મળ્યો હતો. પ્રસુતીની પીડા સાથે આવેલી મહિલાને તબીબની તપાસ બાદ પેટમાં ગર્ભ નહીં પણ પટપોટાનો વિકાસ થયો હોવાનું જણાયુ હતું. આ કેસને સફળતા પૂર્વક કઇ રીતે પાર પાડ્યો હતો તે તબીબ રાહુલ પડવાલે તેમના શબ્દોમાં વર્ણવ્યુ હતું. મધ્ય પ્રદેશ રાજ્યના કદવાલ ગામની 27 વર્ષિય યુવતિને નવમા મહિને ફૂલેલા પેટ અને પ્રસવની પીડા સાથે રાતના આઠ વાગ્યાના અરસામાં મારે ત્યાં લવાઇ હતી. યુવતી લોહી અને પાણી પણ જઇ રહ્યુ હોવાનું જણાવી રહી હતી.
દાહોદમાં એક 36 માસનો મોલર પ્રેગનન્સીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં ડિલીવરી માટે આવેલી મહિલાના પેટમાં બાળક ન હોવાનો ખુલાસો થતાં પરિજનો પણ ચોંકી ગયા. મહિલાની સોનાગ્રાફી કરવામાં આવતા ગર્ભમાં બાળક ન હોવાનો રિપોર્ટ આવતા કુટુંબીજનો અચંબિત થઇ હતા. મહિલાનું પેટ પ્રેગ્ન્ન્સી માફક જ ફુલી ગયું હતું તો પરિજનોએ સમજી લીધું કે મહિલા ગર્ભવતી છે પરંતુ અસહ્ય દુખાવા બાદ મહિલાના એમઆરઆઇ સહિત સોનાગ્રાફી કરાવાત આખરે રિપોર્ટમાં ગર્ભાશયમાં ગર્ભ નહી પરંતુ પરપોટા વિકસિત થતાં હોવાનો ખુલાસો થયો. મેડિકલ ભાષામાં આવા કિસ્સાના મોલર પ્રેગ્નન્સી કહી શકાય છે. ભાગ્યે જ જોવા મળતા મોલર પ્રગ્ન્સીના કિસ્સામાં મહિલાના પેટમાં પરપોટા વિકસિત થાય છે જેના કારણે પેટનું કદ પણ વધી જાય છે. મોલર પ્રેગન્નસીથી પીડિત આ મહિલાને સારવાર બાદ સ્વસ્થ થતાં હોસ્પિટલથી રજા આપી દેવાઇ હતી.
મોલર પ્રેગ્ન્સી શું છે?
મોલર પ્રેગ્નન્સી એવી સ્થિતિ છે, જેમાં ગર્ભાધાન પછી, ગર્ભ અસામાન્ય રીતે વિકસે છે અને દ્રાક્ષના ગુચ્છ જેવો દેખાય છે, જેને હાઇડેટીડીફોર્મ મોલ કહેવાય છે. તે પ્લેસેન્ટાનો ગંભીર વિકાસલક્ષી વિકાર છે, જે સામાન્ય રીતે પ્રારંભિક ત્રિમાસિક દરમિયાન જોવા મળે છે અને મોટા ભાગના કિસ્સાઓમાં ગર્ભના નુકશાન તરફ દોરી જાય છે.
મોલર પ્રેગ્નન્સીના લક્ષણો
- યોનિમાર્ગ રક્તસ્રાવ
- પેલ્વિક પીડા
- ઉલટી
- હાઈ બ્લડ પ્રેશર
- ગભરામણ
- અંડાશયમાં ગાંઠ