Russia Ukraine War : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવો, યુદ્ધમાં અત્યાર સુધી 10 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા
Russia Ukraine War : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એમ પણ કહ્યું છે કે અમે યુદ્ધ ખતમ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.
Russia Ukraine News : રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. યુદ્ધ દરમિયાન બંને દેશો વચ્ચે શાંતિને લઈને પણ વાતચીત ચાલી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે બે રાઉન્ડની વાતચીત થઈ છે. વાતચીતના બીજા રાઉન્ડમાં બંને દેશો માનવતાવાદી કોરિડોર બનાવવા માટે સંમત થયા હતા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે યુક્રેને યુદ્ધ દરમિયાન 10,000 રશિયન સૈનિકોને માર્યા છે અથવા તો પકડ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એમ પણ કહ્યું છે કે અમે યુદ્ધ ટાળવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. તેમણે ફેસબુક પર એક વીડિયો જાહેર કરીને યુદ્ધનો જલ્દી અંત આવવાની આશા વ્યક્ત કરી છે. ઝેલેન્સકીએ વીડિયો સંદેશમાં કહ્યું છે કે મને ખાતરી છે કે ટૂંક સમયમાં હું મારા લોકોને પાછા આવવા માટે કહી શકીશ. પાછા આવો કારણ કે હવે કોઈ જોખમ નથી.
પોતાના વિડિયો સંદેશમાં ઝેલેન્સકીએ રશિયા સાથેની આગામી મંત્રણા વિશે કહ્યું છે કે અમે માનવતાવાદી કોરિડોરમાંથી ખસી જવા સંબંધિત પરિણામોના આધારે તેની પ્રગતિનું મૂલ્યાંકન કરીશું. ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ વચ્ચે વાટાઘાટોની પ્રક્રિયા પણ ચાલી રહી છે. મંત્રણાના બે રાઉન્ડ થયા છે. બંને દેશો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ ટૂંક સમયમાં થવાની આશા છે.
સુમીમાં જોરદાર બોમ્બ ધડાકા શરૂ થયા, વિસ્ફોટોનો અવાજ આખા શહેરમાં સંભળાયો
યુક્રેનના સુમીમાં જોરદાર બોમ્બ ધડાકા શરૂ થઈ ગયા છે. વિસ્ફોટોનો અવાજ આખા શહેરમાંથી સંભળાય છે. લોકોને સલામત સ્થળે પહોંચવા માટે સતત કહેવામાં આવી રહ્યું છે. શહેરના લોકોમાં ભયનો માહોલ છે. હાલમાં સુમીમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ હાજર છે.
ખાર્કિવ અને કિવમાં થઇ રહ્યાં છે વિસ્ફોટો
ખાર્કિવ અને કિવમાં ફરી એકવાર જોરથી ધડાકાના અવાજ સંભળાઈ રહ્યાં છે. શહેરોમાં સતત એલાર્મ વાગી રહ્યા છે અને લોકોને સલામત સ્થળે પહોંચવા માટે કહેવામાં આવી રહ્યું છે.