Vadodara: વડોદરામાં એન્જિનિયરે કરી આત્મહત્યા, 4 મહિના પહેલા જ થયા હતા લગ્ન
Vadodara: વડોદરામાં એક યુવકે આત્મહત્યા કરી છે, જે ઘટના CCTVમાં કેદ થઈ છે. અકોટાના યુવકે મકરપુરાની કંપનીમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.યુવકે અચાનક આ પગલું કેમ ભર્યું તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
Vadodara: વડોદરામાં એક યુવકે આત્મહત્યા કરી છે, જે ઘટના CCTVમાં કેદ થઈ છે. અકોટાના યુવકે મકરપુરાની કંપનીમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આત્મહત્યા પૂર્વે યુવક તણાવમાં ફરી રહયો હોવાના અને બાદમાં પટ્ટા વડે ગળે ફાંસો ખાતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. 27 વર્ષીય મિકનિકલ એન્જિનિયર યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિત પ્રમાણે મૃતક યુવકનું નામ યશ અગ્રવાલ છે અને તેના 4 માસ પૂર્વજ લગ્ન થયા હતા. યુવકે અચાનક આ પગલું કેમ ભર્યું તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
વડોદરામાં રખડતાં કૂતરાનો આતંક
વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમતા વિસ્તારના વૈકુંઠ ફ્લેટમાં રહેતા આશિષ ટેલરની 5 મહિનાની દીકરી પર કૂતરાએ હુમલો કર્યો હતો. ઘોડિયામાં સુઈ રહેલી બાળકીને કૂતરાએ બચકા ભરતાં લોહીલુહાણ થઈ ગઈ હતી. બાળકીના માતા ઘર ખુલ્લું મૂકી પાણી ભરવા જતા રખડતું કૂતરું ઘૂસી ગયું હતું. માતા આવાતા ઘરમાં કૂતરું બાળકના માથે લોહી ચાટતું હતું. જે બાદ માતાએ કૂતરાને હડસેલીને બાળકીને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં માથાના ભાગે 15 ટાંકા આવ્યા હતા. હાલ બાળકી સુરક્ષિત છે.
વડોદરામાં બેકાબુ કારે ટક્કર મારતા દાદા અને પૌત્રનું મોત
વડોદરામાં અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા શહેરમાં સમતા ફ્લેટની પાછળ ઉર્વશી ડુપ્લેક્સ પાસે કુનાલ ચાર રસ્તા જવાના રોડ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ક્રેટા કાર(નંબર GJ06 L k 1303)ના ચાલકે કાબુ ગુમાવતા ઉર્વશી ડુપ્લેક્સ પાસે કારનો અકસ્માત થયો હતો. આ કાર જીઇબીના થાંભલા સાથે અથડાયા બાદ ઉર્વશી ડુપ્લેક્ષના ગેટ બહાર ઉભેલા લોકોને ટક્કર મારી હતી. જેમાં બે વર્ષના પૌત્ર રાજવીર જોગરાણા અને તેમના દાદા 61 વર્ષીય દાદા કાનજીભાઈ જોગરાણાનું મૃત્યુ થયું છે. પૌત્ર અને દાદાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયા છે.
આ ઉપરાંત જે ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી તે લોકો ને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેની વધુ તપાસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ પૂજા તિવારી દ્રારા આગળની તપાસ હાથ ધરી છે. પ્રત્યક્ષ દર્શીએ કાર ચાલક તેમજ કારમાં બેસેલા બંને યુવકો દારૂના નશામાં ચૂર હોવાનું જણાવ્યું છે. અકસ્માત બાદ કારમાં બેસેલા બંને યુવકો દારૂની બોટલ લઈને ફરાર થઈ ગયા હતા. લક્ષ્મીપુરા પોલીસે સ્થળ પર પહોચી ફરાર ચાલક અને કારમાં સવાર લોકોની તપાસ આરંભી છે.