શોધખોળ કરો
Advertisement
વડોદરાવાસીઓ પાણીમાં ઉતરતાં પહેલા સાવધાન! રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરી રહ્યા મગર
વિશ્વામિત્રી નદીની સપાટી ઘટ્યા બાદ વડોદરામાં પાણી ઓસરવા લાગ્યા છે. પાણી ઓસરતા વિશ્વામિત્રી નદીમાં રહેતા મગર વડોદરામાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે તેવા દ્રશ્યો જોવા મળ્યાં
વડોદરા: બુધવારે વડોદરામાં પડેલા 8 કલાકમાં 20 ઈંચ વરસાદે તો હાહાકાર મચાવી નાખ્યો છે. વડોદરામાં ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીએ ઓવરફ્લો હતી અને નદીના પાણી વડોદરામાં ફરી વળ્યું છે. ત્યારે હજુ પણ હવામાન વિભાગ આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી રહ્યું છે.
વિશ્વામિત્રી નદીની સપાટી ઘટ્યા બાદ વડોદરામાં પાણી ઓસરવા લાગ્યા છે. પાણી ઓસરતા વિશ્વામિત્રી નદીમાં રહેતા મગર વડોદરામાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
હાલ વડોદરામાં અનેક જગ્યાએથી મગર હોવાના અહેવાલો મળી રહ્યાં છે. ગઈકાલે પણ મગરો જોવા મળ્યો હોવાની તસવીરો સામે આવી હતી. ત્યારે પાણી ઓસરતા મગરો ફરી દેખાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આજે વડોદરામાં એક 6 ફૂટનો મગર કમાટી બાગમાં જોવા મળ્યો હતો. જ્યારે રેલવે સ્ટેશન પાસે આવેલી ઝૂપડપટ્ટીમાં પણ બીજો એક મગર જોવા મળ્યો હતો. જેના કારણે લોકોમાં ભય ફેલાયેલો જોવા મળ્યો હતો. જોકે આ બંન્ને મગરોને રેસ્ક્યૂ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યાં છે.
બુધવારે પણ એક મગર વડોદરમાં જોવા મળ્યો હતો. જેનો વીડિયો બહુ જ વાયરલ થયો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, મગરને પકડવા માટે બે વ્યક્તિ રેસ્ક્યુ કરી રહ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement