શોધખોળ કરો

Vadodara:  IOCLમાં લાગેલી આગ હજુ પણ બેકાબૂ,  અમદાવાદ અને આણંદથી બોલાવાઈ ફાયરની ટીમ  

વડોદરાની કોયલીમાં IOCL રિફાઇનરીમાં વધુ એક બ્લાસ્ટ થયો થયો છે.  આ વિકરાળ આગને ઓલવવા માટે ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ કામે લાગી હતી.

IOCL Refinery Blast News: વડોદરાના કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીની સ્ટોરેજ ટેન્કમાં પ્રચંડ ધડાકો થતાં ભીષણ આગ લાગી છે. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે અનેક કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો.  વડોદરાની કોયલીમાં IOCL રિફાઇનરીમાં વધુ એક બ્લાસ્ટ થયો થયો છે.  આ વિકરાળ આગને ઓલવવા માટે ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ કામે લાગી હતી. અમદાવાદ અને આણંદથી  ફાયરની ટીમો બોલાવવામાં આવી છે.   ખાસ ફોર્મનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક કિલોમીટરો સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા છે.

આગની આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયાના સમાચાર છે. એક ટેન્કની આગ બુઝાવવાના પ્રયાસ દરમિયાન બીજી ટેન્કમાં ધડાકાભેર આગ લાગી હતી. બીજી ટેન્કમાં પણ આગ પ્રસરતા અન્ય જિલ્લામાંથી ફાયર બ્રિગેડ બોલાવાઈ છે. અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, હાલોલથી ફાયરની વિવિધ ટીમો રવાના કરવામાં આવી છે. 
 
પહેલો બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે, પળવારમાં જ ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા, અને આજુબાજુના રહીશોને રહેણાંક વિસ્તારોમાંથી દુર થવુ પડ્યુ હતુ. IOCL રિફાઇનરીમાં બ્લાસ્ટ થયાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. હાલમાં પોલીસ આખા વિસ્તારને કૉર્ડન કર્યો છે. 

મળતી માહિતી પ્રમાણે, આજે બપોરના સમયે વડોદરામાં ભારત સરકારના સાહસ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરીમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગવાની ઘટના ઘટી હતી, ઓઈલના એક સ્ટોરેજ ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આ દરમિયાન પ્રચંડ અવાજથી ગભરાઈને અનેક લોકો બહાર દોડી આવ્યા હતા. 

ઘટનાની જાણ થતા જ સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. નોંધનીય છે કે, હાલ ઘટના સ્થળે રિફાઇનરીના ફાયર ફાઈટર આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

બ્લાસ્ટને પગલે આખા વિસ્તારમાં સાયરનના અવાજો ગુંજી ઉઠતા ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવા પહોંચી હતી. સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર, પાંચ કિ.મી. દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળી રહ્યા હોવાનું તેઓ જણાવી રહ્યા છે. કંપનીમાં કામ કરતા અન્ય કર્મચારીઓને છોડી દેવામાં આવ્યા હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara:  IOCLમાં લાગેલી આગ હજુ પણ બેકાબૂ,  અમદાવાદ અને આણંદથી બોલાવાઈ ફાયરની ટીમ  
Vadodara:  IOCLમાં લાગેલી આગ હજુ પણ બેકાબૂ,  અમદાવાદ અને આણંદથી બોલાવાઈ ફાયરની ટીમ  
'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર
'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર
મણિપુરમાં CRPF કેમ્પ પર હુમલો કરનારા 11 ઉગ્રવાદીઓ ઠાર
મણિપુરમાં CRPF કેમ્પ પર હુમલો કરનારા 11 ઉગ્રવાદીઓ ઠાર
SBI Customers Alert: ઓનલાઇન છેતરપિંડીથી બચો,  નકલી રિવોર્ડ લિંકથી દૂર રહો, SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ 
SBI Customers Alert: ઓનલાઇન છેતરપિંડીથી બચો,  નકલી રિવોર્ડ લિંકથી દૂર રહો, SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat suicide Case: ગુજરાતમાં આત્મહત્યાની આજે 4 ઘટનાઓ બનીWeather Forecast: આગામી દિવસોમાં કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? જુઓ હવામાન વિભાગની આગાહીFire at Vadodara: વડોદરામાં રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલBhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara:  IOCLમાં લાગેલી આગ હજુ પણ બેકાબૂ,  અમદાવાદ અને આણંદથી બોલાવાઈ ફાયરની ટીમ  
Vadodara:  IOCLમાં લાગેલી આગ હજુ પણ બેકાબૂ,  અમદાવાદ અને આણંદથી બોલાવાઈ ફાયરની ટીમ  
'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર
'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર
મણિપુરમાં CRPF કેમ્પ પર હુમલો કરનારા 11 ઉગ્રવાદીઓ ઠાર
મણિપુરમાં CRPF કેમ્પ પર હુમલો કરનારા 11 ઉગ્રવાદીઓ ઠાર
SBI Customers Alert: ઓનલાઇન છેતરપિંડીથી બચો,  નકલી રિવોર્ડ લિંકથી દૂર રહો, SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ 
SBI Customers Alert: ઓનલાઇન છેતરપિંડીથી બચો,  નકલી રિવોર્ડ લિંકથી દૂર રહો, SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ 
25 વર્ષમાં 5 કરોડનું ફંડ જોઈએ છે ? જાણો કેટલા રુપિયાની કરવી પડશે SIP  
25 વર્ષમાં 5 કરોડનું ફંડ જોઈએ છે ? જાણો કેટલા રુપિયાની કરવી પડશે SIP  
Ahmedabad: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાથી ચકચાર, વાહન ધીમે ચલાવવાનું કહેતા કારચાલકે માર્યા છરીના ઘા
Ahmedabad: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાથી ચકચાર, વાહન ધીમે ચલાવવાનું કહેતા કારચાલકે માર્યા છરીના ઘા
Mutual Fund લોકોની પ્રથમ પસંદ, ઓક્ટોબરમાં રોકાણ 21 ટકા વધી આટલા હજાર કરોડને પાર 
Mutual Fund લોકોની પ્રથમ પસંદ, ઓક્ટોબરમાં રોકાણ 21 ટકા વધી આટલા હજાર કરોડને પાર 
Vav assembly bypoll:  ભાભરમાં ભાજપ કાર્યાલય પહોંચી કોંગ્રેસના નેતાઓએ કર્યો પ્રચાર, ગેનીબેને કોને આપ્યું ગુલાબનું ફૂલ?
Vav assembly bypoll: ભાભરમાં ભાજપ કાર્યાલય પહોંચી કોંગ્રેસના નેતાઓએ કર્યો પ્રચાર, ગેનીબેને કોને આપ્યું ગુલાબનું ફૂલ?
Embed widget