(Source: ECI/ABP News/ABP Majha)
Arvind Kejriwal Gujarat visit: કેજરીવાલે વડોદરામાં વાલીઓ અને શિક્ષકો સાથે કર્યો સંવાદ, જાણો શું આપ્યું નિવેદન
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે વડોદરામાં પ્રિત પાર્ટી પ્લોટ ખાતે વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો.
Arvind Kejriwal Gujarat visit: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે વડોદરામાં પ્રિત પાર્ટી પ્લોટ ખાતે વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો અને વાલીઓ આ સંવાદમાં હાજર રહ્યા હતા. કેજરીવાલે શિક્ષકો અને વાલીઓની સમસ્યાઓ સાંભળી હતી તેમણે કહ્યું કે, જો આપની સરકાર આવશે તો સરકાર તમામ પ્રકારે તેમની સાથે રહેશે.
આઝાદ ભારતના ૭૫ વર્ષમાં આજ સુધી ક્યારેય પણ કોઈ રાજનૈતિક પાર્ટીએ આવીને ચર્ચા નહીં કરી હોય; કે સારી શાળાઓ કેવી રીતે બનાવીશું, બાળકોનું ભવિષ્ય કેવી રીતે સુધારીશું. - @ArvindKejriwal #EducationTalkWithAK pic.twitter.com/OlObw2hZbY
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) September 20, 2022
કેજરીવાલે નવીન શાળાઓનું નિર્માણ સહિત તમામ સુવિધાઓ આપવાના વચનો આપ્યા હતા. કેજરીવાલના કાર્યક્રમને લઈને પ્રીત પાર્ટી પ્લોટ અંદર અને બહારના રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર શિક્ષણને લઈને પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આઝાદ ભારતના ૭૫ વર્ષમાં આજ સુધી ક્યારેય પણ કોઈ રાજનૈતિક પાર્ટીએ આવીને ચર્ચા નહીં કરી હોય કે સારી શાળાઓ કેવી રીતે બનાવીશું, બાળકોનું ભવિષ્ય કેવી રીતે સુધારીશું.
AAPની સરકાર જૂની પેન્શન યોજના લાગું કરશે
વડોદરાઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે વડોદરામાં પેન્શન સ્કીમને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર બનશે તો અમે જૂની પેન્શન સ્કીમ લાગું કરીશું. ભાજપની સરકારમાં અહંકાર આવી ગયો છએ. આમ આદમી પાર્ટીને એક મોકો આપવાની કેજરીવાલે અપીલ કરી હતી. સરકારી કર્મચારીઓને અંદરખાને આપ માટે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અમે ગુજરાતના લોકોની મોંઘવારી દૂર કરીશું. ભાજપ અને કોંગ્રેસ ઇચ્છતી નથી કે લોકોની સમસ્યા દૂર થાય. કેજરીવાલે કહ્યું કે, સરકારી કર્મચારી દુઃખી. ઓલ્ડ પેન્શન સ્કીમ ની તેઓ માંગ કરે છે. અમારી સરકાર બનશે તો સ્કીમ લાગુ કરીશું. સરકારી કર્મચારીઓને કહ્યું તમે સંઘર્ષ ચાલુ રાખો. જો આ સરકાર ઓપીએસ લાગુ કરે તો સારી વાત છે. નહીં કરે તો અમે સત્તા પર આવતાજ સ્કીમ લાગુ કરીશું.
તેમણે ઉમેર્યું હતું કે, 27 વર્ષની અહંકારી ભાજપ સરકારને હટાવવા તમામ સરકારી કર્મચારી કામે લાગી જાય. આ બંને પાર્ટી મને આતંકવાદી કહે છે. મને ગાળો બોલે છે. અમે ગુજરાત લોકોની મોંઘવારી હાવીશું. વીજળી મફત આપીશું. સરકારી સ્કૂલ વધુ સારી આપીશું. આ વચન નો તેમને વાંધો છે . અમારો વિરોધ કરે છે. કેજરીવાલ ચોર છે ભ્રષ્ટાચારી છે કહી રહ્યા છે. ફોરેસ્ટ ગાર્ડ, એલ.આર.ડી, શિક્ષક, ખેડૂત તમામ સરકાર સામે આંદોલન કરે છે. તેમના તમામ મુદ્દાનું અમે સમાધાન કરીશું. એક્સ આર્મી મેન ના અધિકાર આપો. ચંદીગઢ યુનિવર્સિટી નો મામલો બહુત દુઃખ દાયક. અમે તેમને સજા આપીશું.
તેમણે કહ્યું કે, એરપોર્ટ પર મોદી મોદી નારા લાગ્યા. 30, 40 લોકો એ મારી સામે મોદી મોદી ના નારા લગાવ્યા. ભાજપને 66 સીટો અર્બનમાં નથી હાર્યા ત્યાં તેમને તકલીફ થશે. જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે મોદી મોદી નારા નથી લાગતા. મારી સામે જ નારા લાગે છે. અત્યાર સુધીની સરકારને લૂંટી સ્વિસ બેન્કમાં નાણાં લઈ જવાતા હતા. અમે ભ્રષ્ટચાર રોકી ફ્રી આપવાની રાજનીતિ કરી રહ્યા છે. ભગવંત માનને પ્લેનથી ઉતારવાના મામલા માં ગોળ ગોળ જવાબ આપ્યો. ભગવંત માન 6 મહિના માં વીજળી મફત આપે છે તો બીજી સરકાર કેમ નથી આપતી. આ બધી પાર્ટી વિકાસ ની યોજના ની વાત નથી કરતી. ફક્ત કેજરીવાલ પાછળ પડી છે. અમારી સરકાર આવશે તો દોશીઓને જેલ મોકલીશું. હમણાં દારૂના ધંધા ચાલે છે. તે બંધ કરાવીશું. ગુજરાતમાં દારૂના રૂપિયા લઈ રહ્યા છે.