શોધખોળ કરો

Tiranga Yatra: વડોદરામાં અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ શો, જુઓ દ્રશ્યો

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન વડોદરા પહોંચ્યા છે. વડોદરામાં તેઓ તિરંગા યાત્રામાં ભાગ લેશે. તિરંગા યાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.

Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન વડોદરા પહોંચ્યા છે. વડોદરામાં તેઓ તિરંગા યાત્રામાં ભાગ લેશે. તિરંગા યાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.

આ પહેલા કેજરીવાલે દાહોદમાં સભા સંબોધી હતી. ત્યાર બાદ ખરાબ હવામાનને કારણે કેજરીવાલનું હેલિકોપ્ટર દાહોદથી ટેકઓફ ન થતાં બાય રોડ દાહોદથી વડોદરા જવા થયા રવાના થયા હતા.

અરવિંદ કેજરીવાલના રોડ શો પહેલા વડોદરામાં તોડફોડ

આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલના આગમનને લઈને વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરામાં રોડ શોના રુટ પર તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત મોદી મોદીના નારા લાગ્યા હતા. જો કે પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલમાં વડોદરાના રાજમહેલ રોડ પર વાતાવરણ તંગ બની ગયું છે.

કેજરીવાલના રોડ શો પહેલા ભાજપ-આપના કાર્યકરો વચ્ચે બબાલ

વડોદરામાં કેજરીવાલના રોડ શો અગાઉ બબાલ થઈ છે. રાજમહેલ રોડ ખાતે ભાજપ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. નવરાત્રીના બેનરો પર આપના બેનર લગાવવાનો વિરોધ કરાયો હતો. હિન્દૂ દેવી દેવતાઓના અપમાન કરનારને રોડ શો નહીં કરવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ભાજપના પૂર્વ નગરસેવક નીતિન પટેલ અને સ્થાનિકોએ ચિમકી આપી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ વ્યકત કરી આશંકા . એરપોર્ટ અને સભાસ્થળે કેજરીવાલના વિરોધનો ભાજપે તખ્તો ગોઠવ્યો હોવાનો ગોપાલ ઇટાલિયાનો આરોપ. આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ભાજપ ને ડર હોવાનો ગોપાલ ઇટાલિયાનો આરોપ. ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરી લગાવ્યો આરોપ.

કેજરીવાલ-માનના રોડ શો પહેલા શહેરમાં લાગ્યા વિરોધી પોસ્ટર

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જોકે, તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ પોસ્ટર વોર છેડાયું છે. ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર, સુરત અને અમદાવાદ સહિત અનેક જગ્યાએ આમ આદમી પાર્ટી વિરુદ્ધના પોસ્ટર લાગ્યા છે. આજે કેજરીવાલ અને ભગવંત માનની શહેરમાં રેલી યોજાશે. જોકે આપના દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીએ હિન્દૂ ધર્મના દેવી દેવતાઓની પૂજા નહીં કરવા લોકોને શપથ લેવડાવતા વિવાદ થયો હતો. શહેરમાં સુરસાગર, ગાંધીનગર ગૃહ, અમિત નગર ચાર રસ્તા સહિત ની જગ્યાએ પોસ્ટર લાગ્યા છે.  પોસ્ટર કોણે લગાવ્યા તે સવાલ ઉભો થયો છે.

વડોદરામાં આજે આપની તિરંગા યાત્રા યોજાશે. આપના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ અને પંજાબ ના મુખ્ય મંત્રી ભગવત માન પણ જોડાશે. આપ પાર્ટી દ્વારા સાંજે 4 કલાકે ભગતસિંહ ચોક ખાતેથી યાત્રાની કરશે શરૂઆત. વડોદરાની 5 એ વિધાનસભામાંથી કાર્યકરો જોડાશે. 

સુરત : AAP નેતા રાજેન્દ્ર પાલના વાયરલ વિડીયો બાદ રાજકારણ ગરમાયું છે. સુરતમાં અરવિંદ કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના લાગ્યા પોસ્ટરો. સિટી વિસ્તારમાં લગાવામાં આવ્યા બેનરો. અરવિંદ કેજરીવાલના ફોટો સાથે મોટા પોસ્ટરો લગાવામાં આવ્યા છે. રાજકોટમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મુસ્લિમ ટોપી પહેરાવી બેનરમાં ફોટો છાપ્યો છે. ગઈ કાલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો વીડિયો વાયરલ થયો હતો. કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ''હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ'' તેવું લખવામાં આવ્યું. આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર તેવું બેનરમાં લખવામાં આવ્યું. રાજકોટમાં ચૂંટણી પહેલાં બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ. ગાંધીનગરમાં કેજરીવાલ વિરુદ્ધના બેનરો લાગ્યા છે. સરગાસણ ચોકડી પાસે લાગ્યા બેનર. હિન્દુ હિત રક્ષક સમિતિએ હું હિન્દુ ધર્મને પાગલપન માનું છુંના લગાવ્યા બેનર. ગાંધીનગરથી અમદાવાદ જતા માર્ગ પર હિન્દુ હિત રક્ષક સમિતિ લગાવ્યા બેનર.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Embed widget