શોધખોળ કરો
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપવા અંગે કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું ?
વાઘોડિયા વિઘાનસભાના બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતે ગુજરાત વિધાનસભામાંથી રાજીનામું આપ્યું હોવાની વાતને ખોટી ગણાવી છે.

વડોદરાઃ ગુજરાત ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. વાઘોડિયા વિઘાનસભાના બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતે ગુજરાત વિધાનસભામાંથી રાજીનામું આપ્યું હોવાની વાતને ખોટી ગણાવી છે.
શ્રીવાસ્તવ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપવા માટે તેમના ઘરે ગયા હતા એવા અહેવાલો પ્રગટ થયા હતા. શ્રીવાસ્તવે કહ્યું કે, મારા ધારાસભ્યપદેથી રાજીનામાની વાત ખોટી છે અને કેટલાક મિત્રોએ આ વાત ઊડાવી છે. તેમણે કહ્યું કે, હું ભારતીય જનતા પાર્ટી સાથે છું અને ભાજપ સાથે જ રહેવાનો છું. તેમણ કહ્યું કે, મારા માટે સન્યાસ લેવાની વાત જ નથી ને હજુ તો હું કુસ્તી લડી શકું છું તેથી હું ભાજપ છોડવાનો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
જામનગર
આઈપીએલ
ટેકનોલોજી
દેશ
Advertisement
