શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શહેર આખુ નદી બન્યુ તો PSIએ બાળકીને વસુદેવની જેમ ટોપલીમાં લઇને બચાવી, અદભૂત તસવીર વાયરલ
જિલ્લા કલેક્ટરે આર્મી બોલાવી છે. હાલમાં અમદાવાદ ખાતે આર્મીની બે કોલમના ૧૬૦ જવાનો સ્ટેન્ડબાય રખાયા છે
વડોદરાઃ ભારે વરસાદના કારણે આખુ વડોદરા શહેર પાણી પાણી થઇ ગયુ છે. એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. ત્યારે આ બધાની વચ્ચે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક જાંબાઝ પોલીસકર્મીની કામગીરીએ દરેકનું ધ્યાન ખેંચ્યુ છે.
વડોદરામાં ભારે પુરથી તબાહી મચી ગઇ છે, લોકો પોતાના ઘરબાર છોડીને સલામત સ્થળે ખસી રહ્યાં છે, ત્યારે ગોવિંદ ચાવડા નામના જાંબાઝ પીએસઆઇએ એક દોઢ મહિનાની બાળકીને પ્લાસ્ટિકના ટબ (ટોપલી) માં બેસાડીને પુરના પાણીમાંથી બહાર કાઢી હતી. આનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
વિજળીના કડાકા– ભડાકા સાથે 24 કલાકમાં જ 20 ઈંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં શહેરની પરિસ્થિતિ ગંભીર બની હતી. વરસાદે વડોદરામાં છેલ્લા 35 વર્ષને રેકોર્ડ તોડ્યો છે. વિવિધ સ્થળે ૪૨થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે.
જેમાં ઝાડ નીચે દબાઈ જવાથી ચાર લોકોના મોતના અહેવાલ છે. ઠેરઠેર પાણી ભરાતા બબ્બે કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.
મોડી સાંજે વડોદરાના ભાથુજીનગર પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં એક ઝુંપડાને અડીને આવેલી 15 ફૂટની દીવાલ ધસી પડતા 4ના મોત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં 3 મહિલા અને 1 પુરૂષ છે.
જિલ્લા કલેક્ટરે આર્મી બોલાવી છે. હાલમાં અમદાવાદ ખાતે આર્મીની બે કોલમના ૧૬૦ જવાનો સ્ટેન્ડબાય રખાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion