શોધખોળ કરો
ગુજરાત કોંગ્રેસના કયા નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા? જાણો કેવી રીતે લાગ્યો?
રાજકીય ક્ષેત્રે પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. જેના કારણે નેતાઓમાં પણ કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા

વડોદરાઃ ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજકીય ક્ષેત્રે પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. જેના કારણે નેતાઓમાં પણ કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. વડોદરા કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક અઠવાડિયા પહેલા વડોદરા મનપાના કોર્પોરેટર અમીબેન રાવતનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમના પતિ નરેન્દ્ર રાવતનો પણ કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. આ ઉપરાંત તેમના પુત્રને પણ કોરોનાને ચેપ લાગ્યો છે. નરેન્દ્ર રાવતે સંપર્કમાં આવનાર તમામ લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં શહેર અને જિલ્લામાં કોરોનાના એક દિવસમાં 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 7698 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 137 પર પહોંચ્યો છે. વડોદરામાં હાલ 1608 એક્ટિવ કેસ પૈકી 160 દર્દી ઓક્સિજન ઉપર અને 54 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1394 દર્દીની હાલત સ્થિર છે.
વધુ વાંચો




















