(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્ય સરકારનાં મંત્રી યોગેશ પટેલનું વિવાદિત નિવેદન, કહ્યું, "વેક્સીન ન લેનારને ન આપવું જોઈએ મફત અનાજ"
સમગ્ર રાજ્યમાં આજથી મહારસીકરણ અભિયાનની શરૂઆત થઇ ચુકી છે. આ મહારસીકરણ અભિયાન કાર્યક્રમમાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે.
સમગ્ર રાજ્યમાં આજથી મહારસીકરણ અભિયાનની શરૂઆત થઇ ચુકી છે. આ મહારસીકરણ અભિયાન કાર્યક્રમમાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે. મંત્રી યોગેશ પટેલે જણાવ્યું કે, જેમણે રસી મુકાવી હોય તેમને જ મફત અનાજ મળવું જોઇએ. આ નિવેદનના પગલે વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. મંત્રી યોગેશ પટેલે જણાવ્યું કે, આ અંગે જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને પણ રજુઆત કરશે.
સમગ્ર રાજ્યમાં સરકાર અને તબીબોની મહેનતને કારણે કોરોનાના બીજા ઘાતક વેવમાંથી બહાર આવવામાં સફળતા મળી છે. હાલ કોરોનાના કેસો નિયંત્રણમાં આવી ચુક્યા છે.
મંત્રીના આવા વિવાદિત નિવેદનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા સહિત સમગ્ર દેશમાં કોવિડ 19 રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તેની સમક્ષ રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના151 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 2 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10034 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 619 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 98.09 ટકા છે.
ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 4,87,960 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 619 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.09 ટકા છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 5639 દર્દી એક્ટિવ છે. જે પૈકી 113 દર્દી વેન્ટિલેટર પર છે. 5526 લોકો સ્ટેબલ છે. 8,06,812 દર્દી સાજા થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં અને સુરત કોર્પોરેશનમાં 1-1 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. કુલ 10034 લોકોનાં મોત નિપજ્યાં છે.