શોધખોળ કરો
Coronavirusથી વડોદરામાં પ્રથમ મોત, પરિવારના 4 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં મૃત્યુઆંક પહોંચ્યો 7 પર
આ 55 વર્ષીય દર્દી શ્રીલંકાથી પરત ફરી હતી, ત્યારબાદ તેનો કોરોનાના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
![Coronavirusથી વડોદરામાં પ્રથમ મોત, પરિવારના 4 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં મૃત્યુઆંક પહોંચ્યો 7 પર Coronavirus Pandemic: First death in Vadodara due to covid 19 know details Coronavirusથી વડોદરામાં પ્રથમ મોત, પરિવારના 4 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં મૃત્યુઆંક પહોંચ્યો 7 પર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/02150205/corona-virus-2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરાઃ માત્ર દેશ જ નહીં ગુજરાતમાં પણ ધીમે ધીમે કોરોનાનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 80થી વધારે લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ દરમિયાન વડોદરામાં એક પુરુષનું કોરોના વાયરસથી મોત થયું છે, જેની સાથે જ રાજ્યમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, આ 55 વર્ષીય દર્દી શ્રીલંકાથી પરત ફરી હતી, ત્યારબાદ તેનો કોરોનાના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ મૃતકના પરિવારના 4 સભ્યોનો પણ ચેપ લાગ્યો હતો. હાલ આ ચારેય લોકો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
મૃતક વ્યક્તિમાં 16 માર્ચે શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા હતા અને તેઓ 19 માર્ચના રોજ સારવાર માટે દાખલ થયા પછી એમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી રહી હતી. મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી તમામને કોરોના વાઈરસ પોઝિટિવ છે અને તમામની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અમદાવાદ શહેરમાં આઠ નવા કેસ નોંધાતા પોઝિટવ કેસનો આંક 31 પર પહોંચ્યો છે. જ્યારે ગાંધીનગરમાં 11, રાજકોટમાં 10, સુરતમાં 12, વડોદરામાં 9, ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2, મહેસાણામાં 1, પોરબંદરમાં 3 અને કચ્છમાં 1 અને પંચમહાલમાં 1 પોઝિટવ કેસ મળી કુલ 87 કેસ નોંધાઈ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)