દેશના 25 રાજ્યોના ડિલરો નહીં કરે પેટ્રોલ-ડીઝલની ખરીદી, જાણો તમારા પર કેવી થશે અસર
વડોદરા: આજે દેશના 25 રાજ્યોના ડીલર ઈંધણની ખરીદી કરશે નહીં. જેમાં વડોદરા પેટ્રોલ-ડીઝલના ડીલરો પણ જોડાયેલા છે અને તેઓ પણ આજે ઈંધણની ખરીદી કરશે નહીં. જોકે પેટ્રોલ ડીઝલનો સ્ટોક હોવાથી વેચાણ ચાલુ જ રહેશે.
વડોદરા: આજે દેશના 25 રાજ્યોના ડીલર ઈંધણની ખરીદી કરશે નહીં. જેમાં વડોદરા પેટ્રોલ-ડીઝલના ડીલરો પણ જોડાયેલા છે અને તેઓ પણ આજે ઈંધણની ખરીદી કરશે નહીં. જોકે પેટ્રોલ ડીઝલનો સ્ટોક હોવાથી વેચાણ ચાલુ જ રહેશે. તેથી વાહન ચાલકો પર તેની અસર થશે નહીં. વડોદરા શહેરના 160 પમ્પ ઉપર રોજ 10 લાખ લીટર ઈંધણ ખરીદાય છે તેથી તે ખરીદી હવે બંધ રહેતા ફટકો પડશે. આ ડીલરોની માગ છે કે 2017 થી પેટ્રોલ ડીઝલનું કમિશન વધારવામાં આવ્યું નથી.
2017થી ડીલરોને પેટ્રોલ પર 3.12 પૈસ અને ડીઝલ પર 2.03 પૈસાનું કમિશન મળે છે. આઈ.ઓ.સી, બી.પી.સી અને એચ.પી.સી કંપની પેટ્રોલ ડીઝલ પૂરું પાડે છે. ડીલરો અને વેચાણ કરતી કંપનીઓ વચ્ચે બી.પી.સી.એલ કોરડીનેસન કરી રહી છે. સરકાર અને બી.પી.સી.એલને અનેક રજુઆત છતાં કમિશન ન વધતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિવાળી અને હાલમાં જ એટલે કે બે વખત સરકારે પેટ્રોલ ડીઝલની એકસાઇઝ ડ્યુટી ઘટાડી હતી.
રાજસ્થાનમાં મંગળવારે ત્રણ કલાક બંધ રહેશે પેટ્રોલ પંપ, જાણો શું છે કારણ ?
Petrol Pumps in Rajasthan: રાજસ્થાનમાં પેટ્રોલ ડીલરોના વિરોધને કારણે મંગળવારે રાજ્યભરના પેટ્રોલ પંપ ત્રણ કલાક માટે બંધ રહેશે. ડીલર્સ એસોસિએશને આ માહિતી આપી હતી. રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન (RPDA)ના આહ્વાન પર રાજ્યભરમાં લગભગ 6700 પેટ્રોલ પંપ રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી બંધ રહેશે અને આ દરમિયાન કોઈ પણ ડીલર ડેપોમાંથી ઈંધણ ખરીદશે નહીં.
આરપીડીએના પ્રમુખ સુનિત બગાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો પેટ્રોલ પંપ ડીલરોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો એસોસિએશનની બેઠક બાદ રાષ્ટ્રીય સ્તરે બંધનું એલાન કરવામાં આવશે. તેમણે કહ્યું કે પેટ્રોલ પંપ ડીલરોની માંગણીઓમાં ડીલર્સ માર્જિનમાં તાત્કાલિક વધારો, રાજ્યના તમામ જિલ્લાઓમાં એકસમાન ઈંધણના ભાવ અને અગાઉ નક્કી કરાયેલી કિંમતની નીતિ મુજબ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાનો સમાવેશ થાય છે.
બગાઈએ કહ્યું કે પડોશી રાજ્યોમાં ઈંધણની કિંમત રાજસ્થાનના સરહદી જિલ્લાઓ કરતા ઘણી ઓછી છે જેના કારણે મોટાભાગના પંપ બંધ થવાના આરે છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના સરહદી જિલ્લાઓની સરખામણીએ પડોશી રાજ્યોમાં ઈંધણ 5 થી 10 રૂપિયા સસ્તું છે.