શોધખોળ કરો
વડોદરાઃ ST બસના ડ્રાઇવરને ચાલુ બસે આવ્યો હાર્ટ અટેક, ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે ટળ્યો મોટો અકસ્માત
સાધલી-ટીંબરવા ચોકડી પાસે ડ્રાઇવર બસ ચલાવી રહ્યો હતો, ત્યારે જ તેને હાર્ટ અટેક આવી ગયો હતો. જોકે, બસ ડ્રાઈવરે સમય સુચકતાથી બસને બ્રેક કરી ઉભી રાખી દીધી હતી.

તસવીરઃ સાધલી-ટીંબરવા ચોકડી પાસે ડ્રાઇવર બસ ચલાવી રહ્યો હતો, ત્યારે જ તેને હાર્ટ અટેક આવી ગયો હતો. જોકે, બસ ડ્રાઈવરે સમય સુચકતાથી બસને બ્રેક કરી ઉભી રાખી દીધી હતી. જેને કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો.
વડોદરાઃ શિનોર તાલુકા ના સાધલી ખાતે ગુજરાત એસ.ટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ અટેકનો હુમલો આવ્યો હતો. સાધલી-ટીંબરવા ચોકડી પાસે ડ્રાઇવર બસ ચલાવી રહ્યો હતો, ત્યારે જ તેને હાર્ટ અટેક આવી ગયો હતો. જોકે, બસ ડ્રાઈવરે સમય સુચકતાથી બસને બ્રેક કરી ઉભી રાખી દીધી હતી. જેને કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. ચોકડી ખાતે ઉભેલા લોકોએ ડ્રાઈવરને બસમાંથી ઉચકી બહાર કાઢયા હતા. તેમજ પ્રાથમિક સારવાર માટે સ્થાનિક ડોક્ટરને બોલાવ્યા હતા. આ પછી વધુ સારવાર માટે 108 દ્વારા મોટા ફોફળિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયેલ છે. અત્યારે ડ્રાઇવરની હાલત સ્થિર છે.
વધુ વાંચો





















