શોધખોળ કરો

Gujarat Assembly Election 2022: મધુ શ્રીવાસ્તવને ચૂંટણી પંચે શું  આપી મોટી રાહત?

ભાજપના પૂર્વ નેતા મધુ શ્રીવાસ્તવને ચૂંટણી પંચે રાહત આપી છે.

વડોદરાઃ ભાજપના પૂર્વ નેતા મધુ શ્રીવાસ્તવને ચૂંટણી પંચે રાહત આપી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ મધુ શ્રીવાસ્તવને રાહત આપી હતી. વાસ્તવમાં મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતી વખતે જાહેરમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે મારા કાર્યકરનો જો કોઈએ કોલર પણ પકડ્યો તો તેના ઘરમાં ઘૂસીને ગોળી મારીશ.

 જિલ્લા ચૂંટણી અધિકારીએ મધુ શ્રીવાસ્તવના આ નિવેદનને પ્રાથમિક રીતે આચારસંહિતાનું ભંગ ન થયાનું ગણાવ્યું હતું. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો કે નિવેદન કોઈ ચોક્કસ વર્ગના બદલે જનરલ હતું.

કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ ભાજપમાં સામેલ થયા, જાણો શું આપ્યું નિવેદન ?

Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજકીય પક્ષના નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. એવામાં દહેગામના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનિ બા રાઠોડ આજે ગાંધીનગરમાં ભાજપમાં સામેલ થયા છે. તેઓ કમલમ ખાતે ભાજપના નેતાઓની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. કૉંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન આપતા આજે કેસરિયા કર્યો છે. તમને જણાવી દઈએ કે કામિની બા રાઠોડે ટિકિટ માટે પૈસા માંગતા હોવાનો વિડિયો પણ વાયરલ કર્યો હતો. બાદમાં કામિનીબાએ અપક્ષ ઉમેદવારી કર્યા બાદ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે અને તેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. 

કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિની બાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ જણાવ્યું હતું કે, સાચા વ્યક્તિનો અવાજ અને સાચી રજુઆત કોંગ્રેસમાં દબાવામાં આવતી, જે મારી સાથે થયું છે.  તમામ લોકોને જાણ છે મારી સાથે શું થયું ? મહિલાનો અવાજ દબાવવા પ્રયાસ કરાયો છે.  તેમણે કહ્યું ગામે ગામ જઈને ભાજપ જીતે તેવા પ્રયાસ કરીશું. જડબાતોડ જવાબ કોંગ્રેસને આપીશું. 

Gujarat election 2022: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે ખાસ વાતચીત, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

ગાંધીનગર:  હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.  જયરામ ઠાકુરે રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.  કૉંગ્રેસની રણનીતિ રહી છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે રાહુલ ગાંધીને પ્રચારમાથી દૂર રાખવામાં આવે છે. જ્યારે ચૂંટણી હોય છે ત્યારે પાર્ટીનું નેતૃત્વ બધુ કામ છોડીને પાર્ટીની જીત માટે પ્રયાસ કરતું હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો

મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?

Embed widget