શોધખોળ કરો

Gujarat Lockdown Update: ગુજરાતમાં લોકડાઉન લાદવા મુદ્દે રૂપાણી સરકારની મોટી જાહેરાત, જાણો નીતિન પટેલે શું કહ્યું

નીતિન પટેલે જણાવ્યું કે છેલ્લા દસ દિવસથી સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના કેસોનું પ્રમાણ વધી રહ્યુ છે. રાજ્યમાં પણ બીજા તબક્કાનું કોરોના સંક્રમણ શરૂ થતાં કેસો વધ્યા છે.

વડોદરાઃ નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે (Nitin Patel) શનિવારે વડોદરા ખાતે કોરોનાને લઈ સમીક્ષા કરી હતી. જે બાદ જણાવ્યું કે રાજયમાં વધતા કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજય સરકાર અસરકારક કામગીરી કરી રહી છે ત્યારે નાગરિકો પણ કોરોનાના પ્રોટોકોલનું (Corona Protocol) ચુસ્તપણે પાલન કરે અને સંયમ રાખી સહયોગ આપે એ જરૂરી છે. રાજયની ખાનગી હોસ્પિટલો કોરોનાના દાખલ દર્દીઓને ખોટા બિલો બનાવી બિનજરૂરી રીતે વધુ સમય દાખલ રાખી નાણા વસુલવાનો પ્રયાસ કરશે તો એની સામે કડક કાર્યવાહી કરાશે આ માટે રાજય સરકારે નિષ્ણાંત તબીબોની ટીમની રચના કરી દીધી છે. આ ટીમો રવિવારથી જ રાજયની તમામ ખાનગી હોસ્પિટલોની મુલાકાત લઈ દર્દીઓને અપાતી સારવારનો અભ્યાસ કરશે અને ગેરરીતી જણાશે તો એપેડેમીક એકટ હેઠળ કડક કાર્યવાહી કરાશે

લોકડાઉનને લઈ શું બોલ્યા નીતિન પટેલ

વડોદરા ખાતે કોરોના સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે ઉમેર્યુ કે,રાજયમા હાલ ૨૨૦૦ થી ૨૫૦૦ કેસો આવી રહ્યા છે ત્યારે સંક્રમણને રોકવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે રોજ યોજાતી કોર કમિટીની બેઠકમાં સમીક્ષા કરીને યોગ્ય નિર્ણયો પણ અમે લઈ રહ્યા છીએ. રાજયમાં હાલ કોઈ લૉકડાઉનની (Gujarat Lockdown) આવશ્યકતા જણાતી નથી જરૂરીયાત મુજબ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરાશે.

તેમણે ઉમેર્યુ કે, રાજયના મહાનગરોમાં કોરોનાના દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે એ માટે જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમા વધુ સરકારી પથારીઓ રીઝર્વ કરવા માટે મ્યુનિસીપલ કમિશ્નર અને જિલ્લા કલેટરને સત્તા આપી દેવાઈ છે. એટલું જ નહી અન્ય રાજયોમાં થી ગુજરાતમાં આવતા નાગરિકો નો RTPCR ટેસ્ટ નેગેટીવ હશે તેને જ પ્રવેશ આપવાનો નિર્ણય પણ રાજય સરકારે કર્યો છે, જેનો અમલ પણ ૧લી તારીખથી શરૂ કરી દેવાયો છે.કોરોનાની સારવાર માટે અપાતા રેમડિસીવરના ઈન્જેકશનનો જથ્થો પણ રાજયમાં પૂરતા પ્રમાણમાં  ઉપલબ્ધ છે એટલે નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી  વધુ ૫૦ હજાર વાયલનો ઓર્ડર આપી દીધો છે જે સત્વરે ઉપલબ્ધ થશે.

તેમણે ઉમેર્યુ કે રાજયમા વેકસીનેશનની કામગીરી પણ પૂર જોશમાં ચાલી રહી છે એ માટે વેકસીનનો જથ્થો સમયસર મળી રહ્યો છે આ અંગે વડાપ્રધાન નરેન્દ્રમોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી  સાથે પણ અમે સતત સંકલનમા છીએ ત્યારે ૪૫ વર્ષથી ઉપરના નાગરિકોએ રસી લેવા અનુરોધ પણ કર્યો છે.
  
નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે જણાવ્યું કે છેલ્લા દસ દિવસથી સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના  કેસોનું પ્રમાણ વધી રહ્યુ છે. રાજ્યમાં પણ બીજા તબક્કાનું કોરોના સંક્રમણ શરૂ થતાં  કેસો વધ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના  દર્દીઓની સારસંભાળ અંગે જિલ્લાના તંત્ર વાહકોને  માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ. વડોદરા શહેરમાં પણ  દર્દીઓનો વધારો થઈ રહ્યો છે રાજ્યમાં  કોરોના દર્દીઓની સારવાર ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ
PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Embed widget