શોધખોળ કરો

Gujarat Monsoon: અરવલ્લી, વડોદરામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ

રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે વરસાદ વરસશે.

Gujarat Monsoon: રાજ્યમાં લાંબા સમય બાદ ફરી ચોમાસું સક્રિય થયું છે. અરવલ્લી અને વડોદરામાં વરસાદનું આગમન થયું છે, જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અરવલ્લી જિલ્લામાં એક માસના લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. મેઘરજના જીતપુર, ખાખરીયા, ઇસરી, રેલ્લાવાડા સહિત પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. જેને લઈ મકાઈ,સોયાબીન,તુવેર સહિત મુર્જાતા પાકને જીવતદાન મળ્યું છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

ડભોઇ પંથકમાં પણ આગાહી મુજબ વરસાદી ઝાપટા પડ્યા છે. લાંબા વિરામ બાદ ડભોઇ પંથકમાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા. એસ.ટી.ડેપો, શિનોર રોડ, નાંદોદી ભાગોળ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.

વાઘોડિયામા બપોરે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદની ચાતક નજરે વાટ જોતા ખેડૂતોને આંશિક રાહત મળી હતી. આકાશમાંથી કાચું સોનું વરસ્યું હોય તેવો ખેડૂતોમાં આનંદ છવાયો હતો. જોકે માત્ર ઝાપટું વરસી બંધ થતા ખેડૂતોની આશા નિરાશામા ફેરવાઈ હતી. ઝાપટું આવ્યા બાદ વાતાવરણમાં અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો છે.  

Gujarat Monsoon: અરવલ્લી, વડોદરામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ

રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે હવામાન વિભાગના મતે કાલથી વરસાદનું જોર વધશે અને સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસશે.. અમદાવાદમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે.                  

Gujarat Monsoon: અરવલ્લી, વડોદરામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ                        

વરસાદ ખેંચાતા અમરેલી સહિત રાજ્યભરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સીઝનની શરુઆતના સારા વરસાદના કારણે રાજ્યના ખેડૂતોએ હોંશેહોશે મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ પરંતુ ઓગસ્ટ મહિનો આખો અને સપ્ટેમ્બરની શરુઆતમાં પણ વરસાદ ન વરસતા હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.  અમરેલીના સાવરકુંડલા તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર મીઠા પાણીનો સ્ત્રોત ન હોવાના કારણે ખેડૂતો ચોમાસાની એક સીઝનમાં પાક લઈને આખા વર્ષની કમાણી કરતા હોય છે પરંતુ હવે વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે.  જો હવે આગામી 15 દિવસમાં વરસાદ ન વરસ્યો તો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત

અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ

IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી

WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું

સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...

Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી

Embed widget