Dahod: 35 મુસાફરો સાથે જતી ખાનગી બસ પર પડ્યો ચાલુ વીજપોલ, મચી ગઈ ભાગદોડ
Mgvclનો વીજપોલ ખાનગી બસ પર પડતા અકસ્માત સર્જાયો હતો. નગર પાલિકા સામે Mgvclની 11kvની મુખ્ય ચાલુ લાઇનનો પોલ બસ પર પડ્યો હતો. વિજપોલ નીચેથી સડી જતા બસ પર પડ્યો હતો.
દાહોદઃ Mgvclનો વીજપોલ ખાનગી બસ પર પડતા અકસ્માત સર્જાયો હતો. નગર પાલિકા સામે Mgvclની 11kvની મુખ્ય ચાલુ લાઇનનો પોલ બસ પર પડ્યો હતો. વિજપોલ નીચેથી સડી જતા બસ પર પડ્યો હતો. દાહોદથી ઇન્દોર જતી ચામુંડા ટ્રાવેલ્સ પર ચાલુ વીજ લાઈનો થાભલો પડ્યો હતો. બસમા સવાર 35 ઉપરાંત મુસાફરોનો બચાવ થયો છે.
રાજ્યના આ વિસ્તારમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીને લઇને હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ
ચાલુ લાઇનનો વિજપોલ બસ પર ધડાકે ભેર પડતા ભાગદોડ મચી ગઈ હતી. બસમા સવાર મુસાફરોને બહાર કાઢયા. ઘટનાને લઈ વિસ્તારનો વીજપુરવઠો ખોરવાયો. Mgvclના કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
રાજ્યમાં આજથી ઉનાળો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કાળઝાળ ગરમીને લીધે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજકોટ, અમરેલી, સુરેંદ્રનગર અને કચ્છમાં યલો એલર્ટ રહેશે. જ્યારે શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, સુરેંદ્રનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશે. રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, સુરેંદ્રનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશે. જ્યારે સોમવારે અને મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં યલો એલર્ટ રહેશે.
રાજ્યમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો ગુરૂવારે ભૂજ અને સુરેંદ્રનગરમાં સૌથી વધુ ગરમીનું 42 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો અમદાવાદમાં ગરમીનો પારો 41.9 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આગામી પાંચ એપ્રિલ સુધી અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. રાજકોટમાં ગુરૂવારે ગરમીનો પારો 41.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો ગાંધીનગર અને કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ડીસામાં ગરમીનો પારો 40.9 ડિગ્રી, અમરેલીમાં 40.7 ડિગ્રી અને વડોદરામાં ગરમીનો પારો 39.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.