Vadodara : શર્ટના ઉપરના ખિસ્સામાં મુકેલો મોબાઇલ અચાનક સળગવા લાગ્યો ને પછી થયો બ્લાસ્ટ
કરજણ ધાવટ ચોકડી ખાતે ખિસ્સામાં મોબાઈલ સળગવાનો બનાવ બન્યો છે. એક અજાણ્યા ઈસમના શર્ટના ઉપલા ખિસ્સામા મોબાઈલ સળગ્યો હતો.
વડોદરાઃ મોબાઇલનો વપરાશ કરતાં લોકો માટે ફરી એકવાર લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કરજણ ધાવટ ચોકડી ખાતે ખિસ્સામાં મોબાઈલ સળગવાનો બનાવ બન્યો છે. એક અજાણ્યા ઈસમના શર્ટના ઉપલા ખિસ્સામા મોબાઈલ સળગ્યો હતો. અજાણ્યા ઈસમના શર્ટના ઉપલા ખિસ્સામાં અચાનક મોબાઈલ સળગતા મોબાઈલ ફોન ને ખિસ્સામાંથી નીચે ફેંક્યો હતો.
નીચે ફેંકેલા મોબાઈલમાં વધુ ભડકો થતા મોબાઈલ પર પાણી નાખી ઓલાવવાનો પ્રયાસ કરાયો. જોતજોતામાં સળગેલો મોબાઈલ બળીને ખાક થઈ ગયો હતો. જોકે, અજાણી વ્યક્તિની સમયસૂચકતાને કારણે પોતે બચી ગયો હતો.
Patan : દીકરીના લગ્ન માટે ટુવડ જતાં પરિવારને નડ્યો અકસ્માત, લગ્ન પહેલા જ યુવતીના મોતથી અરેરાટી
પાટણઃ સમી પાસે કાર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત યુવતી અને યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યો થયા ઘાયલ થયા છે. આ પરિવાર ગાંધીધામથી સમીના ટુવડ ગામે પોતાના વતન જતા અકસ્માત નડ્યો હતો. રાધનપુર સમી હાઈ વે પર બાસપા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. શંખેશ્વર તાલુકાના ટુવડ ગામના કાંતીભાઈ ગંગારામ સોલંકીના પરિવારને અકસ્માત નડ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, જાન લઈ જતી ખાનગી બસ અને ગાંધીધામથી પોતાની દીકરીના લગ્ન માટે વતન ટુવડ જતા પરિવારની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સમીના વરાણા ગામ પાસે કાર લક્ઝરી સાથે અથડાતા લગ્ન માટે આવતી યુવતી હેતલબેન સોલંકી અને તેનો ભાઇ નિકુંજનું મોત થયું છે. હેતલબેન સોલંકીના આગામી તારીખ ૧૦/૨/૨૨ ના રોજ લગ્ન હતાં અને લગ્ન માટે તે પોતાના વતન જતા હતા. આ પરિવાર નોકરી અર્થે ગાધીધામ રહે છે.
માહેશ્વરી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો છે. કાર નંબર જીજે 12, એઇ-5304 નંબરની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું પડીકું વળી ગયું હતું. જેસીબીની મદદથી કારની અંદર ફસાયેલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. 108ની મદદથી ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કારમાંથી જે યુવતીના લગ્ન હતા, તેની કંકોત્રી પણ મળી આવી છે.
સ્થાનિકો અને પોલીસે જીસીબીની મદદથી પાંચ લોકોને બહાર તો કાઢ્યા પણ ઘટના સ્થળે બે સગા ભાઈ બહેનના મોત થયા જેમાં લગ્ન કરવા વતન આવી રહેલી હેતલ સોલંકીનું પણ મોત થયું, જે દીકરીના લગ્ન માટે પિતાએ તમામ તૈયારી કરી હતી અને 10/2/2022 ના રોજ લગ્ન હતા તે જ દીકરીનું અને તેના મોટા ભાઈનું મોત થતાં આખા પરિવારમાં શોક જોવા મળ્યો ત્યારે હજુ ત્રણ લોક ગંભીર ઘાયલ છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.