Vadoadara News: છાણી સ્વામિનારાયણ મંદિરમાં ધક્કામુકી દરમિયાન એક વ્યક્તિનું મોત, જાણો શું છે સમગ્ર મામલો
વડોદરાના છાણી સ્વામીનારાયણ મંદિરમાં બબાલ દરમિયાન એક વ્યકિતનું મોત થતાં સમગ્ર ઘટનાને લઇને મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે.
વડોદરા: છાણીનું સ્વામીનારાયણ મંદિરમાં સંતોના જુથવાદમાં બબાલ થતાં ધક્કામૂકીમાં દિનેશ વણકર નામની વ્યક્તનું મોત થયું છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ઉલ્લેખનિય છે કે, આ મંદિર વડતાલ તાબા હેઠળનું છે.અહીં વડતાલ સ્વામિનારાયણ મંદિરે એક જૂથને મંદિર સોંપ્યું છે. જ્યારે અન્ય જૂથ પોતાના સંતને મંદિર મળે તે માટે વિવાદ કરી રહ્યા છે, આ વિવાદના કારણે જ અન્ય જૂથ પોતાનું તાળું મંદિરમાં લગાવવા માગતા હતા, આમ મંદિરના તાળા બદલવાના મામલે બબાલ થતાં ધક્કામૂકીમાં દિનેશ વણકર નામની વ્યક્તિ પડી જતાં તેમનું મોત થયું છે. મોતને લઇને મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યો છે કે, મંદિરમાં તાળા બદલવા સમયે થયેલી ધક્કામૂકીમાં મોત થઇ ગયું અને આ મામલે હજુ પણ મંદિરના સંતો કંઇ બોલવા તૈયાર નથી. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, મંદિરમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
વડોદરાના છાણીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં વહેલી સવારે આ ઘટના બની હતી. સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. મંદિરના કોઠારી સ્વામી જ્યારે તાળુ બદલતા હતા ત્યારે જૂના વહીવટકર્તાઓએ આવીને દલીલ કરી હતી. આ બોલાચાલીમાં ધક્કામૂકી પણ થઇ અને આ દરમિયાન દિનેશ વણકર નામની વ્યક્તિને ધક્કો લાગતા તેઓ મંદિરમાંથી બહાર ફેંકાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત થઇ ગયું હતું.
ઘટનાની જાણ થતા પોલીસ મંદિરે પહોંચી હતી. અને દિનશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
Mathura News: શું કબ્રસ્તાનના નામે રજિસ્ટ્રર છે બાંકે બિહારી મંદિરની જમીન? જાણો શું છે સમગ્ર મામલો
Tomato Price: હવે સસ્તા થશે ટામેટાં, સરકારે કિંમત ઓછી કરવા માટે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય
Uttarakhand News:રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલનમાં ત્રણ ગુજરાતી યાત્રીના મોત, લેન્ડસ્લાઇડની ઝપેટમાં આવી કાર