શોધખોળ કરો
આ સીક્યુરિટી જવાનની સતર્કતાએ CM રૂપાણીને નીચે પડી જતાં બચાવ્યા, જાણો કઈ રીતે પછડાતાં બચાવ્યા ?
આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી.

વડોદરાઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. રૂપાણી બોલતાં બોલતાં અચાનક રોકાયા હતા ને તેમની આંખો પણ બંધ થઈ ગઈ હતી. ચાલુ ભાષણ દરમિયાન જ તેમને ચક્કર આવતાં તે લથડીને નીચે પડવા લાગ્યા હતા પણ તેમના એક સીક્યુરિટી જવાને ભારે સતર્કતા બતાવીને તેમને નીચે પડવા નહોતા દીધા. રૂપાણી પ્રવચન આપતા હતા ત્યારે તેમનો આ સીક્યુરિટી જવાન દૂર ઉભો હતો. રૂપાણીની આંખો બંધ થવા લાગી ને તેમનો અવાજ લથડતાં તે તાત્કાલિક રૂપાણીની પાછળ આવીને ઉભો રહી ગયો હતો. રૂપાણી લથડ્યા કે તરત જ તેણે નજીક પહોંચીને રૂપાણીને નીચે પડતા પહેલાં જ ઝીલી લીધા હતા ને નીચે પછડાતાં બચાવી લીધા હતા. આ સીક્યુરિટી જવાનની સતર્કતાએ રૂપાણીને પછડાઈને ગંભીર ઈજા નહોતી થવા દીધી. સીક્યુરિટી જવાનની આ સતર્કતા અને ફરજ તરફની નિષ્ઠાની પ્રસંશા થઈ રહી છે.
વધુ વાંચો





















