(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતની આ એક જ હોસ્પિટલમાં 15 દિવસમાં 75થી વધુ બાળકો આવ્યા કોરોના પોઝિટિવ, જાણો કેટલાને કરવા પડ્યા દાખલ?
90 ટકા બાળકો હોમ આઈસોલેટ થઈને સારવાર લઈ રહ્યા છે. માત્ર 14 બાળકોને જ હોસ્પિટલમાં કરાયા દાખલ, જેમાંથી 12 સાજા થઈને ઘરે ગયા. કો-મોર્બીડીટી ધરાવતા બાળકોમાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળ્યા.
વડોદરાઃ બાળકોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. માત્ર સયાજી હોસ્પિટલમાં જ છેલ્લા 15 દિવસમાં 75 થી વધુ બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગના પ્રાધ્યાપક ડો. શીલા ઐયરે નિવેદન આપ્યું હતું કે, 5 વર્ષથી નીચેના બાળકો કોરોનાથી વધુ થઈ રહ્યા છે સંક્રમિત. 90 ટકા બાળકો હોમ આઈસોલેટ થઈને સારવાર લઈ રહ્યા છે. માત્ર 14 બાળકોને જ હોસ્પિટલમાં કરાયા દાખલ, જેમાંથી 12 સાજા થઈને ઘરે ગયા.
તેમણે જણાવ્યું હતું કે, કો-મોર્બીડીટી ધરાવતા બાળકોમાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળ્યા. કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ માતાએ પોતાના બાળકને ધાવણ ફરજિયાત કરવું જોઈએ. માતાએ ફેસ શિલ્ડ, માસ્ક પહેરી, હાથ સેનેટાઈઝ કરી બાળકને દૂધ પીવડાવવું જોઈએ. જે બાળકોમાં શરદી, ખાંસી, તાવ, ઝાડા, ઉલ્ટીના લક્ષણો હોય તેમનો રેપિડ કે RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર થમી નથી રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 2642 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 24, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન-6, રાજકોટમાં-2, સાબરકાંઠા-2, અમદાવાદ, અમરેલી, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, સુરત અને વડોદરામાં એક-એકના મોત સાથે કુલ 73 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4995 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 2491, સુરત કોર્પોરેશનમાં 1424, રાજકોટ કોર્પોરેશનમાં 551, વડોદરા કોર્પોરેશનમાં 317, જામનગર કોર્પોરેશન 189, મહેસાણા 191, સુરત 231, બનાસકાંઠા 119, વડોદરા 135, જામનગર 119, ભરુચ-124, પાટણ -108, રાજકોટ-102, ભાવનગર કોર્પોરેશન-84, ભાવનગર-81, નવસારી-78, આણંદ- 76, પંચમહાલ-73, સુરેન્દ્રનગર-69, કચ્છ-68, ગાંધીનગર-62, દાહોદ-61, ગાંધીનગર કોર્પોરેશન-58, અમરેલી-55, જુનાગઢ કોર્પોરેશન-54, જુનાગઢ-52, ખેડા-51, મહીસાગર-49, મોરબી-41, સાબરકાંઠા-41, તાપી-41, વલસાડ-37, અમદાવાદ-35, અરવલ્લી-26,બોટાદ-26, ગીર સોમનાથ-23, નર્મદા-21, દેવભૂમિ દ્વારકા-20, છોટા ઉદેપુર-12, પોરબંદર-9 અને ડાંગમાં 6 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 85,29,083 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,03,465 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 97,32,548 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
14 એપ્રિલ | 7410 | 73 |
13 એપ્રિલ | 6690 | 67 |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
59,972 |
476 |