શોધખોળ કરો

વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો, હજુ પણ 2 લોકો લાપતા હોવાની આશંકા

Vadodara Bridge Collapse: ગુરુવારે વધુ ચાર મૃતદેહ મહીસાગર નદીમાંથી મળ્યા હતા. એક મૃતદેહ બ્રિજના પિલર, બીજો મૃતદેહ ટ્રક નીચેથી મળી આવ્યો હતો.

Vadodara Bridge Collapse:  વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો હતો.  હજુ પણ 2 લોકો લાપતા હોવાની આશંકા છે. ગુરુવારે વધુ ચાર મૃતદેહ મહીસાગર નદીમાંથી મળ્યા હતા. એક મૃતદેહ બ્રિજના પિલર, બીજો મૃતદેહ ટ્રક નીચેથી મળી આવ્યો હતો. સાંજે બામણ ગામના યોગેશ પટેલનો મૃતદેહ પણ મળ્યો હતો. હજુ પણ 2 લોકો લાપતા હોવાની આશંકા છે. 2 દિવસથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

વાસ્તવમાં બુધવારે (9 જુલાઈ) સવારે, પાદરા શહેર નજીક ગંભીરા ગામમાં 40 વર્ષ જૂના પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. પુલ પર ઘણા વાહનો હતા, જે નદીમાં પડી ગયા હતા. આ પુલ આણંદ અને વડોદરા જિલ્લાઓને જોડે છે.

નદીના પાણીમાં વધારો થવાને કારણે કામગીરી બંધ

વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાએ માહિતી આપી હતી કે ગુરુવારે રાત્રે વધુ એક મૃતદેહ મળવાથી આ અકસ્માતમાં મૃત્યુઆંક 18 થઈ ગયો છે. બે લોકો હજુ પણ ગુમ છે. નદીમાં પાણી વધવાને કારણે બચાવ કામગીરી બંધ કરવામાં આવી હતી અને શુક્રવારે સવારે ફરી શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF), રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અને અન્ય એજન્સીઓની ઓછામાં ઓછી 10 ટીમો દ્વારા દિવસભર શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ જવાબદાર 4 મોટા અધિકારીઓને ઘરભેગા કર્યા

આ નિષ્ણાતોની ટીમે ઘટના સ્થળે રૂબરૂ જઈને બધી તપાસ કરી હતી. એમના પ્રાથમિક અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જે અધિકારીઓ જવાબદાર લાગ્યા છે એમના પર કડક પગલાં લેવાયા છે. મુખ્યમંત્રીએ એન. એમ. નાયકાવાલા (કાર્યપાલક ઇજનેર), યુ.સી.પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર), આર.ટી.પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર), ને જે.વી.શાહ (મદદનીશ ઇજનેર) ને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવાનો નિર્ણય કર્યો છે.

ખાલી આ પુલ નહીં બીજા પુલોની પણ થશે સઘન તપાસ!

આ ઘટના પછી રાજ્યના બીજા પુલોની સલામતીનું પણ ધ્યાન રાખીને મુખ્યમંત્રી એ જાહેરહિતમાં એક બીજી મોટી સૂચના પણ આપી છે. એમણે કીધું છે કે, રાજ્યના બીજા બધા પુલોની પણ તાબડતોબ ધોરણે ફરીથી ઝીણવટભરી (સઘન) તપાસ કરી લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સરકાર આ મામલે કોઈ ઢીલાશ નહીં ચલાવે ને જવાબદારોને છોડશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget