શોધખોળ કરો
Advertisement
વડોદરામાં: પિઝા હટમાં પિઝા ખાતા પહેલા ચેતજો, પિઝામાંથી નીકળી મોટી જીવાત
વડોદરાના રેસકોર્સ ખાતે આવેલ પિઝા હટમાં ગુરુવારે રાત્રે ગ્રાહક તેમના પરિવાર સાથે પિઝા ખાવા ગયા હતા ત્યારે પીઝામાંથી જીવાત નીકળતા ગ્રાહકે સંચાલકને ફરિયાદ કરી હતી. ગ્રાહકની ફરિયાદ બાદ પિઝા હટ હાલ બંધ કરવામાં આવ્યું છે.
વડોદરા: ફાસ્ટ ફૂડ ખાનારા શોખીન લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના રેસકોર્સ ખાતે આવેલ પિઝા હટમાં પિઝાથી જીવાત નીકળતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પિઝા હટ પર પહોંચ્યા હતા અને કાર્યવાહી કરી હતી. ગ્રાહકની ફરિયાદ બાદ પિઝા હટ હાલ બંધ કરવામાં આવ્યું છે.
વડોદરાના રેસકોર્સ ખાતે આવેલ પિઝા હટમાં ગુરુવારે રાત્રે ગ્રાહક નિરલ મહેતાએ તેમના પરિવાર સાથે પિઝા ખાવા ગયા હતા ત્યારે પીઝામાંથી જીવાત નીકળતા ગ્રાહકે સંચાલકને ફરિયાદ કરી હતી. ગ્રાહકે આરોગ્ય વિભાગ અને પોલીસમાં ફરિયાદ કરી હતી. જેને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ પિઝા હટ પર પહોંચ્યા હતા. ત્યારે પિઝા હટના સંચાલકોએ આરોગ્ય વિભાગના અધીકારીઓ વચ્ચે ચકમક ઝરી હતી અને કલાક બાદ પિઝા હટ ખોલવામાં આવ્યું હતુ.
અમદાવાદઃ ભાજપના કોર્પોરેટરનો લાંચ લેતો કથિત વીડિયો વાયરલ, જાણો વિગત
મૂડીઝે ભારતનો GDP ગ્રોથનો અંદાજ ઘટાડીને 6.2 ટકા કર્યો, જાણો શું છે કારણ ?
આરોગ્ય વિભાગ દ્વારા પિઝા હટને સિડયૂલ 4 નોટિસ અપાઈ છે. તેમજ ચીઝ, પનીર, પિત્ઝા અને લોટના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગે 100 પિઝા અને રૉ મટિરીયલનો નાશ કર્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement