Vadodara: 10 દિવસથી ગુમ પોલીસ કોન્સ્ટેબલન શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ
Vadodara News: મૃતક પોલીસ કોન્સ્ટેબલ કમલેશ વસાવા પત્ની અને પુત્ર સાથે પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હતા.
Vadodara: 30 જાન્યુઆરીથી ગુમ પોલીસ કોન્સ્ટેબલ કમલેશ વસાવનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. જાંબુઆ બ્રિજ નીચેથી હાઇલી ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી છે. આ લાશા જાંબુઆ બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારેથી મળી છે. લાશ મળતાં પરિવારજનોએ ન્યાયની માંગ કરી હતી અને બાપોદ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. મૃતક પોલીસ કોન્સ્ટેબલ કમલેશ વસાવા પત્ની અને પુત્ર સાથે પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હતા.
3000 કિલોમીટરની પદયાત્રા કરવાથી દાઢી વધે પણ બુદ્ધિ નહીં, હર્ષ સંઘવીનો રાહુલ ગાંધી પર કટાક્ષ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા થોડા દિવસ પહેલા જ પૂરી થઈ હતી. જેમાં તેઓ 3 હજાર કિલોમીટર ચાલ્યા હતા. આ દરમિયાન અનેક જાણીતા લોકો તેમની સાથે જોડાયા હતા. રાહુલ ગાંધી પર ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કરતું ટ્વિટ કર્યુ હતું. હર્ષ સંઘવીએ લખ્યું હતું કે, હવે એક વાત "કન્ફર્મ" છે...! જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ...!!
હર્ષ સંઘવીના આ ટ્વિટ બાદ કોંગ્રેસના નેતા દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે ટ્વિટ કરીને લખ્યું, રાહુલજીના સવાલ 8 પાસ ને ય આવડે એવા ઇઝી છે, પ્રધાનમંત્રી જવાબ ન આપી શક્યા, તમે તો આપો હર્ષ સંઘવી.
કોંગ્રેસ નેતા ડો. અમિત નાયકે હર્ષ સંઘવીને જવાબ આપતા ટ્વિટ કર્યુ, ઓક્સફોર્ડ, કેમ્બ્રિજની ડીગ્રી મેળવેલ રાહુલ ગાંધીની બુદ્ધિની ચિંતા પ્રાથમિકની ડિગ્રીવાળા હર્ષ સંઘવી કરવા લાગે તે જ બુદ્ધિનું દેવાડ્યું કહેવાય.
ઓનલાઈન આધાર અને મતદાર કાર્ડ આ રીતે કરો લિંક
તમે તમારા મતદાર આઈડી કાર્ડને સરળતાથી ઘરે બેઠા આધાર સાથે લિંક કરી શકો છો. ચાલો અમે તમને જણાવીએ કે કઈ સ્માર્ટ રીતે તમે તમારા આધારને વોટર આઈડી સાથે સરળતાથી લિંક કરી શકો છો. આ માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
મતદાર ID ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે તમારે પહેલા https://nvsp.in/ વેબસાઇટ પર જવું પડશે.
વેબસાઇટ પર ગયા પછી, લોગિન પર ક્લિક કરો. અહીં તમને નવા વપરાશકર્તા તરીકે નોંધણીનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.
આ પછી તમને મોબાઈલ નંબર અને કેપ્ચા ભરવા માટે કહેવામાં આવશે અને તમારા મોબાઈલ પર એક OTP આવશે. આ OTP દાખલ કરતાની સાથે જ એક નવું પેજ ખુલશે.
અહીં તમારે પૂછવામાં આવેલી તમામ વિગતો ભરવાની રહેશે. આ સબમિટ કર્યા પછી, તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. તમામ માહિતી સબમિટ કર્યા પછી આપોઆપ સ્વીકૃતિ નંબર જનરેટ થશે.
તમારી મતદાર ID આધાર સાથે લિંક છે કે નહીં તેની સ્થિતિ તપાસવા માટે તમે સ્વીકૃતિ નંબરનો ઉપયોગ કરી શકો છો.
SMS થી પણ આધાર-મતદાર કાર્ડ થઈ શકે છે લિંક
જો તમે ઇચ્છો તો, તમે આધાર અને મતદાર ID ને ફક્ત SMS દ્વારા લિંક કરાવી શકો છો. આ માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 166 અથવા 51969 પર મેસેજ મોકલવો પડશે. આ મેસેજ મોકલતી વખતે તમારે ECLINK સ્પેસ EPIC નંબર સ્પેસ આધાર નંબર લખવો પડશે. આ સિવાય જો તમે ઇચ્છો તો ટોલ ફ્રી નંબર 1950 પર કોલ કરીને પણ આ કામ પૂર્ણ કરી શકો છો. આ કિસ્સામાં, તમારે ફોન પર આધાર કાર્ડ નંબર અને મતદાર IDની વિગતો આપવી પડશે.
આ રીતે ઑફલાઇન આધાર-મતદાર આઈડી લિંક કરો
આધાર અને મતદાર આઈડી કાર્ડને લિંક કરવાની ઑફલાઈન પ્રક્રિયા પણ છે. આ માટે તમારે તમારા આધાર અને મતદાર ID ની સ્વ-પ્રમાણિત નકલ BLO ને આપવાની રહેશે. દરેક રાજ્યમાં BLO દ્વારા સમયાંતરે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તમે આ કેમ્પ દરમિયાન દસ્તાવેજો BLO ને આપી શકો છો. આ પછી તમને BLO તરફથી લિંકિંગ વિશે જાણ કરવામાં આવશે.