Vadodara: વડોદરાની 13 મહિલાઓનો કમાલ, 5380 મીટરે એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી......
આ ટ્રેકિંગમાં કુલ 13 ટ્રેકર મહિલાઓ હતી, જેમાં 4 ટીનેજર્સ અને 9 મહિલાઓ 40થી વધુની ઉંમરની હતી, આ તમામે 16મી મેને મંગળવારે આ કારનામુ કર્યુ હતુ
Vadodara: વડોદરાની મહિલાઓએ ફરી એકવાર કમાલ કરી દીધો છે. શહેરની 13 મહિલાઓ 5380 મીટરે એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી ગઇ છે. ખાસ વાત છે કે, આ ઘટના ગુજરાતમાં પહેલીવાર બની છે, ગુજરાતમાંથી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં મહિલા ટ્રેકર એવરેસ્ટ પર પહોંચી છે.
આ ટ્રેકિંગમાં કુલ 13 ટ્રેકર મહિલાઓ હતી, જેમાં 4 ટીનેજર્સ અને 9 મહિલાઓ 40થી વધુની ઉંમરની હતી, આ તમામે 16મી મેને મંગળવારે આ કારનામુ કર્યુ હતુ, આ 13 ટ્રેકર મહિલાઓ 9 દિવસમાં 75 કલાક ટ્રેકિંગ કરીને સફળતા પૂર્વક એવરેસ્ટ પહોંચી. આ ગ્રુપના પીડિયાટ્રીસન ડૉ. ઉર્જીતા ભાલાણીએ ઇ.બી.સી ટ્રેકિંગનો જાન્યુઆરીમાં પ્લાન બનાવ્યો હતો. ખાસ વાત છે કે, આ ટ્રેકિંગ તમામ મહિલાઓના જીવનનું પહેલું ટ્રેકિંગ હતું.
Vadodara: વડોદરામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં દોષિતને 10 વર્ષની સજા, લગ્નની લાલચ આપી આચર્યું હતું દુષ્કર્મ
વડોદરાઃ વડોદરામાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ કરવાના ગુનામાં કોર્ટે દોષિતને 10 વર્ષની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર, વડોદરામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર દોષિતને કોર્ટે 10 વર્ષની સજા આપી હતી. સાથે કોર્ટે સગીરાને વળતર આપવાનો પણ આદેશ કર્યો હતો. કોર્ટે દોષિતને 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે અને 5 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ ના ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.
પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે દોષિતે સગીરા પર લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા મોતીપુરા ગામના અંકિત પટેલે લગ્નની લાલચ આપી વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કર્યું હતું અને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં અંકિત સગીરાને દમણ લઈ ગયો હતો અને લગ્નની લાલચ આપીને ગેસ્ટ હાઉસમાં વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
Mehsana: ગામમાં વીજ પુરવઠો બંધ થઇ ગયો તો ગુસ્સે ભરાયેલા શખ્સે વીજ કર્મચારીનું જડબુ તોડી નાંખ્યુ, જાણો
Mehsana: મહેસાણાના કડીમાંથી એક મારામારીની ઘટના સામે આવી છે. કડી તાલુકાના લક્ષ્મણપુરા ગામમાં ગુસ્સે ભરાયેલા શખ્સે વીજ કર્માચારી સાથે મારામારી કરી હતી, અને બાદમાં કર્મચારીનું જડબુ તોડી નાંખ્યુ હતુ.
માહિતી પ્રમાણે કડી તાલુકાના લક્ષ્મણપુરામાં અરજણ ભા ફાર્મ પાસે ડી પી તૂટી ગુય હતુ, અને આ કારણે ત્યાંથી વીજ પુરવઠો બંધ કરાયો હતો. વીજ પુરવઠો બંધ કરતાં એક કલ્યાણભાઇ રબારી નામનો શખ્સ ગુસ્સે ભરાયો હતો અને તેને બબાલ શરૂ કરી દીધી હતી. તેને વીજ કર્મચારી પર વીજ પુરવઠો કેમ બંધ કર્યો છે એમ કહીને વીજ કંપનીના કર્મચારીને લાકડીથી માર માર્યો હતો. પીડિત કર્મચારીનું નામ પટેલ હરેશકુમાર બળદેવભાઈ છે, મારામારી એટલી વધી ગઇ કે વીજ કર્મચારી હરેશકુમારનું જડબુ તોડી નાખવામાં આવ્યુ હતુ. હાલમાં રબારી કલ્યાણભાઈ અરજણભાઈ નામના શખ્સ સામે બાવલું પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.