આ સરળ પગલાઓની મદદથી મિનિટોમાં જ લિંક થઇ જશે PAN અને આધાર
ભારત સરકારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરી દીધું છે. જો તમે હજુ સુધી એ નથી કર્યું , તો તમે ઇન્કમટેક્ષ રિટર્ન પ્રોસેસ નહીં કરી શકો
આ સરળ પગલાઓની મદદથી મિનિટોમાં જ લિંક થઇ જશે PAN અને આધાર
How to link PAN with Aadhaar: ભારત સરકારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરી દીધું છે. જો તમે હજુ સુધી એ નથી કર્યું , તો તમે ઇન્કમટેક્ષ રિટર્ન પ્રોસેસ નહીં કરી શકો. આ ઉપરાંત, જો તમે 50,000 રૂપિયાથી વધુની બેંક લેવડ દેવડ કરવા માંગો છો, તો તમે તમારા આધાર કાર્ડને પેન કાર્ડથી લિંક કરવુ જરૂરી છે. અન્ય પણ ઘણા કામો માટે પણ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક હોવું આવશ્યક છે.
આધાર અને પાન લિંક કરવા માર્ચ 2023 સુધીની આપી છે તક
પેન કાર્ડને આધાર કાર્ડથી લિંક કરવું સરળ છે. ભારત સરકારે આધારને પાનથી જોડવાની સમય સીમા વધારીને 31 માર્ચ, 2023 સુધીની કરી છે. પરંતુ તમારે આ બંને દસ્તાવેજો જોડવા માટે વધારાની ફી ભરવી પડશે.
આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની પેન પ્રોસેસ
- ઈનકામ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ https://incometaxindiaefiling.gov.in/ પર જાઓ.
- જો તમે રજીસ્ટ્રેશન નથી કરેલું તો પ્રથમ પોતાનું રજીસ્ટ્રેશન કરી લો. તમારો પાન નંબર જ તમારૂ યુઝર આઈડી હશે.
- યુઝર આઈડી , પાસવર્ડ અને જન્મતિથિ દાખલ કરી લોગ ઇન કરો.
- હવે એક પૉપ વિન્ડો આવશે જે તમને તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું પૂછશે. જો તે દેખાતું નથી, તો મેનૂ બારમાં "પ્રોફાઇલ સેટિંગ્સ" પર જાઓ અને "લિંક આધાર" પર ક્લિક કરો.
- પાન કાર્ડ મુજબ "નામ", "જન્મ તારીખ", અને "લિંગ" જેવી વિગતો ત્યાં અગાઉથી જોઈ શકાશે .
તમારો આધાર નંબર દાખલ કરો અને "પણ લિંક કરો" ત્યારબાદ બટન પર ક્લિક કરો.
- તમને એક પૉપ-અપ સંદેશ પ્રાપ્ત થશે જે તમને જણાવશે કે તમારૂ આધાર તમારા પાન કાર્ડથી લિંક થઈ ગયું છે.
-આ વેબસાઈટના ઉપયોગથી પણ તમે તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરી શકો છો.
- https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in/