World Tallest Shiva Statue : વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું નિર્માણ પૂર્ણ થયું
રાજસ્થાનમાં શ્રીજીની ધારા નાથદ્વારા-રાજસમંદ ખાતે 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન સંત કૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત વિશ્વ સ્વરૂપમ ઉદ્ઘાટન મહોત્સવ શરૂ થશે.
Shiva Statue: રાજસ્થાનમાં શ્રીજીની ધારા નાથદ્વારા-રાજસમંદ ખાતે 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન સંત કૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત વિશ્વ સ્વરૂપમ ઉદ્ઘાટન મહોત્સવ શરૂ થશે. વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા વિશ્વ સ્વરૂપમના સમર્પણ પર આયોજિત મોરારી બાપુની રામ કથાના આયોજન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું નિર્માણ પૂર્ણ થયું છે. તેનો લોકાર્પણ સમારોહ શનિવાર (29 ઓક્ટોબર)થી શરૂ થવા જઈ રહ્યો છે. રાજસ્થાનમાં રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં બનેલી શિવ પ્રતિમાની ઊંચાઈ 369 ફૂટ છે, જેને વિશ્વ સ્વરૂપમ નામ આપવામાં આવ્યું છે.
પ્રતિમાને બનાવામાં 10 વર્ષ જેટલો સમય લાગ્યો છે.આ પ્રતિમાને દુનિયાની ટોપ 5મી પ્રતિમામાં સ્થાન મળ્યું છે.આ પ્રતિમાને સંત કૃપા સનાતન સંસ્થા દ્વારા તૈયાર કરવામા આવી છે. આ લોકાર્પણ સમારોહ 29થી શરૂ થઇને 6 નવેમ્બર સુધી ચાલશે. જેની શરૂઆત મોરારિબાપુ કથાથી થશે.
નાથદ્વારાના ગણેશ ટેકરી પર બનેલી આ પ્રતિમા 51 વીઘાની ટેકરી પર બનેલી છે. આ પ્રતિમામાં ભગવાન શિવ ધ્યાન અને અલ્લડની મુદ્રામાં બિરાજમાન છે. પ્રતિમાની ઉંચાઈ એટલી છે કે તેને કેટલાય કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. આ પ્રતિમા રાત્રે પણ સ્પષ્ટ જોઇ શકાય માટે ખાસ લાઈટોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ રીતે બની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા
આ 369 ફૂટ ઊંચી પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા બનવાની કહાની પણ રસપ્રદ છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2012માં જ્યારે આ પ્રતિમા બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી ત્યારે તેની ઊંચાઈ 251 ફૂટ રાખવાની યોજના હતી. પરંતુ બાદમાં બાંધકામ દરમિયાન તેની ઊંચાઈ 351 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. આ પછી, શિવના વાળમાં ગંગાનો પ્રવાહ નાખવાની યોજના બનાવવામાં આવી, પછી તેની ઊંચાઈ 369 ફૂટ સુધી પહોંચી.
આ પ્રતિમામાં લિફ્ટ, સીડી, હોલ વગેરે પણ બનાવવામાં આવ્યા છે. બાંધકામ દરમિયાન 3000 ટન સ્ટીલ અને લોખંડ, 2.5 લાખ ઘન ટન કોંક્રીટ અને રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 250 કિમીની ઝડપે ફૂંકાતા પવનની પણ મૂર્તિ પર કોઈ અસર નહીં થાય. સ્ટેચ્યુ ઓફ બિલીફ'નું વિઝ્યુઅલાઈઝેશન શ્રી મદન પાલીવાલ, ચેરમેન, મિરાજ ગ્રુપ, ઉદયપુર દ્વારા કરવામાં આવ્યું હતું. સ્ટુડિયો માતુરમ આર્ટ દ્વારા આ કોન્સેપ્ટને આગળ વિકસાવવામાં આવ્યો હતો જેણે 351 ફીટ ઉંચી પ્રતિમાની રચના કરી હતી, જ્યારે માળખાકીય ડિઝાઇન સ્કેલેટન કન્સલ્ટન્ટ્સ દ્વારા પ્રદાન કરવામાં આવી હતી અને કામ 2016 ની શરૂઆતમાં શરૂ થયું હતું.
દુનિયાની 6 સૌથી ઊંચી પ્રતિમા
-
- વિશ્વ સ્વરૂપમ્, રાજસ્થાન -369 ફૂટ
- સ્ટેચ્યુ ઓફ યુનિટી – 184 મીટર
- કૈલાશનાથ મહાદેવ મંદિર, નેપાળ 143 મીટર
- મરૂદેશ્વર મંદિર કર્ણાટક -123 મીટર
- આદિયોગ મંદિર, તમિલનાડુ – 112મીટર
- મંગલ મહાદેવ મોરિશિશ 108 મીટર
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )