દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં સર્જાઇ મોટી દુર્ઘટના, ગેસ લીક થવાને લીધે 16 લોકોના દર્દનાક મોત
દક્ષિણ આફ્રિકામાં ઝેરી નાઈટ્રેટ ગેસ લીક થવાને કારણે ત્રણ બાળકો સહિત 16 લોકોના મોત થયા છે. ગેરકાયદેસર ખાણિયાઓ આ ગેસનો ઉપયોગ સોનાની પ્રક્રિયા માટે કરતા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ પણ સામેલ છે.
Gas Leak in South Africa: દક્ષિણ આફ્રિકામાં ગેસ લીક થવાથી બાળકો સહિત 16 લોકોના મોત થયા છે. જોહાનિસબર્ગ નજીક એક ટાઉનશીપમાં ગેસ લીક થવાથી 16 લોકોના મોત થયા હતા. સમયસૂચકતાને પગલે કેટલાક લોકોને જીવતા બચાવવામાં સફળતા મળી છે. જોહાનિસબર્ગના પૂર્વમાં બોક્સબર્ગ જિલ્લા નજીક એન્જેલો ટાઉનશીપમાં બુધવારે રાત્રે આ દુર્ઘટના બની હતી. જેને ગેરકાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવી રહી છે. ગેસ લીક થવાથી મૃત્યુ પામેલાઓમાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
At least 16 people, including three children, were killed by a leak of a toxic nitrate gas being used by illegal miners to process gold in a settlement of closely packed metal shacks, South African authorities say, via AP https://t.co/JVkeqiGgOG
— Bloomberg (@business) July 6, 2023
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં સર્જાઇ મોટી દુર્ઘટના
ઈમરજન્સી સર્વિસના પ્રવક્તા વિલિયમ એનટલેડીએ એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, "અમને ઘટનાસ્થળે 16 લોકોના મૃતદેહ મળ્યા છે જેમના મૃત્યુની પુષ્ટિ થઈ છે." કેટલાક લોકોને પેરામેડિક્સની મદદથી બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ ચાર લોકોની હાલત 'ગંભીર' છે જ્યારે 11ની હાલત 'ગંભીર પરંતુ સ્થિર' છે. એંટલેડીએ જણાવ્યું હતું કે ઇમરજન્સી સેવાઓને રાત્રે 8 વાગ્યે ગેસ વિસ્ફોટ વિશે કોલ મળ્યો હતો પરંતુ જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે એક"સિલિન્ડરમાંથી ગેસ લીક" થતો હતો જેમાં "ઝેરી ગેસ" હતો.
દક્ષિણ આફ્રિકા ગેરકાયદેસર ખાણકામનો ગઢ
અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારની તપાસ કરી રહ્યા છે. Ntlady જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી સૂચવે છે કે ગેસનો ઉપયોગ "ગેરકાયદે ખાણકામ પ્રવૃત્તિઓના ભાગ રૂપે" કરવામાં આવી રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા હજારો ગેરકાયદેસર ખાણિયાઓનું ઘર છે, જ્યાં 32 ટકાથી વધુનો આશ્ચર્યજનક બેરોજગારી દર છે. તેમને 'ઝમા ઝમાસ' કહેવામાં આવે છે જેનો ઝુલુમાં અર્થ થાય છે 'જેઓ પોતાનું નસીબ અજમાવતા હોય છે'.
ટેન્કર બ્લાસ્ટમાં 41ના મોત
મોટી સંખ્યામાં ખાણિયાઓ મુશ્કેલ અને ખતરનાક પરિસ્થિતિઓમાં સોના માટે ખાણો ખોદતા હોય છે. જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકાનું વ્યાપારી કેન્દ્ર છે. ગયા વર્ષે ક્રિસમસ પર તેના ઉપનગરોમાં એક વિશાળ ગેસ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 41 લોકો માર્યા ગયા હતા. એલપીજી લઈ જતી ટ્રક પુલની નીચે ફસાઈ ગઈ જે પહેલા લીક થઈ અને પછી વિસ્ફોટ થયો.