'લાશો સાથે સેક્સ કરે છે તાલિબાનીઓ', અફઘાનિસ્તાનથી ભાગીને ભારત આવેલી યુવતીએ વર્ણવી વ્યથા
એક સપ્તાહ અગાઉ અફઘાનિસ્તાન પર કબજો કરનારા તાલિબાનની ક્રૂરતા અંગે દુનિયા જાણે છે. તાલિબાન દ્ધારા મહિલાઓ પર અત્યાચાર કાંઇ નવો નથી
નવી દિલ્હીઃ એક સપ્તાહ અગાઉ અફઘાનિસ્તાન પર કબજો કરનારા તાલિબાનની ક્રૂરતા અંગે દુનિયા જાણે છે. તાલિબાન દ્ધારા મહિલાઓ પર અત્યાચાર કાંઇ નવો નથી. તાલિબાનના ડરથી ભાગીને ભારત આવેલી એક મહિલાએ કટ્ટરપંથીઓને લઇને જે ખુલાસો કર્યો છે તે ખૂબ ચોંકાવનારો છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તાલિબાનો એટલા ક્રૂર છે કે તે લાશો સાથે પણ સેક્સ કરે છે. સાથે જ તે અફઘાનિસ્તાનના તમામ ઘરેથી એક છોકરી ઇચ્છે છે.
અફઘાનિસ્તાનથી આવીને મુસ્કાન નામની મહિલા દિલ્હીમાં રહે છે. મુસ્કાન અફઘાનિસ્તાનમાં પોલીસની નોકરી કરતી હતી. તેણે તાલિબાનના ડરથી અફઘાનિસ્તાન છોડવું પડ્યું હતું. તેણે કહ્યું કે, અમને ત્યાં ધમકાવવામાં આવી રહ્યા હતા કે જો તમે કામ પર જશો તો તમારો પરિવાર ખતરામાં છે, તમે ખતરામાં છો. એક વોનિંગ આપે છે અને જો ના માનો તો ઉઠાવીને લઇ જાય છે અથવા આવીને માથામાં ગોળી મારી દે છે.
કાબુલમાં તૈનાત મુસ્કાન સાથે કામ કરનારી એક મહિલા સાથે જે થયું તેને યાદ કરીને તે ડરી જાય છે. તેણે કહ્યું કે, 20-25 દિવસ બાદ જ્યારે ડેડ બોડી મળી, તે લોકો લાશ સાથે પણ સેક્સ કરે છે. શું તમે તેની કલ્પના કરી શકો છો.? મુસ્કાને કહ્યું કે તાલિબાનીઓએ તેની સહકર્મીઓ સાથે ક્રૂરતા કરી લાશ પરિવારને સોંપતા ધમકી આપી હતી કે જો કોઇ છોકરીએ સરકાર કે પોલીસ સાથે કામ કર્યું તો તેની સાથે પણ આવું જ કરવામાં આવશે. બાદમાં તેણે અફઘાનિસ્તાન છોડવાનો નિર્ણય લીધો હતો.
વધુમાં મુસ્કાને કહ્યું કે, તે લોકો ઇચ્છે છે કે અમને તમામ ઘરેથી છોકરીઓ મળે. છોકરીઓ અમને સોંપી દો નહી તો આખા પરિવારને મારી નાખે છે. તાલિબાનીઓ 10-12 વર્ષની છોકરીને ઉઠાવીને લઇ જાય છે. મુસ્કાન કહે છે કે મીડિયાની સામે તાલિબાનનું એમ કહેવું કે અમે બદલાઇ ગયા છીએ, એ માત્ર દેખાડો છે.
તારક મહેતા..ની બબિતાનો ચહેરો સંપૂર્ણ બદલાઇ ગયો, ફેન્સને લાગ્યો ઝટકો, જુઓ વીડિયો
શું હોય છે હોલમાર્કિંગ, કેવી રીતે ઓળખશો સોનું કેટલા કેરેટનું છે ? જાણો વિગતે