India-Russia Flights: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આજથી ફરી શરૂ થશે ભારત-રશિયા વચ્ચે ફ્લાઇટ
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ સતત ચાલી રહ્યું છે. યુક્રેને ગુરુવારે કહ્યું હતું કે રશિયા મારિયુપોલમાં અઝોવસ્ટલ સ્ટીલ પ્લાન્ટમાં છૂપાયેલા તેના જીવતા રહેલા સૈનિકોને મારવાનો પ્રયાસ કરી રહ્યું છે
India-Russia Flights: રશિયન સરકાર દ્વારા સંચાલિત એરોફ્લોટ શુક્રવારથી રશિયા અને ભારત વચ્ચે ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે. એરોફ્લોટ કંપનીએ 8 માર્ચના રોજ તેની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કામગીરી સ્થગિત કરી દીધી હતી કારણ કે એરક્રાફ્ટ ભાડે આપનાર - યુએસ, બ્રિટન અને યુરોપ, પશ્ચિમી દેશોમાંથી બહાર હતા અને રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યા પછી પોતાના વિમાનો પાછા બોલાવી લીધા હતા.
એરલાઇન્સે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 6 મે, 2022 થી એરોફ્લોટ તેના એરબસ 333 વિમાનને દિલ્હી (DEL) થી મોસ્કો (SVO) સુધી દર સોમવાર અને શુક્રવારે ત્રણ કેટેગરીમાં કુલ 293 મુસાફરો સાથે ઉડાન ભરશે. આ કેટેગરીમાં બિઝનેસ, પ્રીમિયમ ઇકોનોમી અને ઇકોનોમી ક્લાસનો સમાવેશ થાય છે.
રશિયા જીવતા રહેલા સૈનિકોને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે – યુક્રેન
નોંધનીય છે કે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ સતત ચાલી રહ્યું છે. યુક્રેને ગુરુવારે કહ્યું હતું કે રશિયા મારિયુપોલમાં અઝોવસ્ટલ સ્ટીલ પ્લાન્ટમાં છૂપાયેલા તેના જીવતા રહેલા સૈનિકોને મારવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુક્રેનના સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયા અઝોવસ્ટલ ક્ષેત્રમાં યુક્રેનિયન એકમોને બ્લોક કરવા અને નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિમાનની મદદથી રશિયાએ પ્લાન્ટ પર નિયંત્રણ મેળવવા માટે ફરીથી હુમલાઓ શરૂ કરી દીધા છે.
યુક્રેનના સૈન્યનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સ્ટીલ પ્લાન્ટમાં રશિયા દ્ધારા જાહેર કરાયેલા યુદ્ધવિરામ શરૂ થવાનો છે. જ્યાં સેંકડો યુક્રેનના સૈનિક અને કેટલાક નાગરિકો ફસાયેલા છે. મારિયુપોલની રક્ષા કરી રહેલા આજોવ બટાલિયનના એક કમાન્ડરે બુધવારે કહ્યું કે રશિયન સૈનિકોએ પ્લાન્ટમાં પ્રવેશ કર્યો અને ખૂની લડાઇ શરૂ થઇ હતી.